- ધ્રાંગધ્રામાં 22 દિવસમાં વિદેશી દારૂ ભરેલા 6 ટ્રક ઝડપાયા: રૂા.2 કરોડનો મુદ્ામાલ કબ્જે
- કારમાંથી 17 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
સુરેન્દ્રનગર જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી વધતી જઈ રહી છે તેવા સંજોગોમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ નજીક આવી રહી છે ત્યારે ખાસ કરીને ચૂંટણી સમયે વિદેશી દારૂ વેચાણ અને બટાઇ વધારે થતો હોય છે. ત્યારે દર વખતે વિધાનસભાની ચૂંટણી વખતે મત મેળવવા માટે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ વેચાણ કરવામાં આવતા હોવાનું પણ દર વર્ષે સામે આવતું હોય છે તેવા સંજોગોમાં ચૂંટણીઓના સમયગાળામાં વિદેશી દારૂની હેરાફેરી વધતી જઈ રહી હોય તેવા કિસ્સાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યા છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 24 કલાક દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા બે અલગ-અલગ સ્થળો ઉપર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડા પાડ્યા છે અને દારૂનો જથ્થો ઝડપી લીધો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ નજીકથી સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ ની ટીમ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરતી શ20 કાર ઝડપી પાડવામાં આવી છે ત્યારે આ શ20 કારમાં હરિયાણા થી દારૂ ભરી અને લાવવામાં આવતા હોવાનો ઘટ્ટ સ્પોટ થવા પામ્યો છે અને છેલ્લા અનેક સમયથી આ દારૂની હેરાફેરી કરતા હોવાનું ઝડપાયેલા આરોપી ભરતભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ત્યારે આ મામલે આઇ-20 કારમાંથી 17 દારૂની પેટીઓ ઝડપી પાડવામાં આવી છે. આઇ-20 કારના ચોર ખાનામાં દારૂ છૂપાવવામાં આવ્યો હતો પરંતુ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પીઆઈ વિવિ ત્રિવેદી અને લક્ષ્મણસિંહ તેમજ અજય સિંહ તેમજ નિકુલસિંહ સહિતની જે લોકલ ક્રાઈમ બ્રાંચ ની ટીમ છે તેમને બાતમી મળી હતી તેને આધારે બી ડિવિઝન પોલીસ નજીકથી વિદેશી દારૂ ભરેલી શ20 કાર ઝડપી પાડવામાં આવી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ આ શ20 કારમાં તમામ વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલો હોવાનો ધડાકો પણ થવા પામ્યો છે 17 પેટી વિદેશી દારૂની હોવા છતાં પણ ચાર લાખનો મુદ્દામાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જપ્ત કર્યો છે.
ત્યારે અન્યત્ર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ધાંગધ્રા હાઈવે ઉપરથી વિદેશી દારૂ ભરેલો ટ્રક પસાર થતા હોવાની વાત મળી હતી તે આધારે વિદેશી દારૂ ભરેલ શંકાસ્પદ ટ્રક ઉભો રાખી અને તેની તલાસી લેવામાં આવતા ટ્રકના ચોર ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે 187 જેટલી વિદેશી દારૂની પેટી જપ્ત કરવામાં આવી છે અને આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રૂપિયા 22 લાખથી વધુ નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે.
ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમના સંજયભાઈ પાઠક જોગરાણા જે જે અને અન્યત્ર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ આ મામલે કામે લાગી હતી. અને કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂની હેરાફેરી માટેનો મુખ્ય હાઇવે ધાંગધ્રા હાઇવે બન્યા હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે કારણ કે હરિયાણા તેમજ અન્ય રાજ્યમાંથી આવતો દારૂ ધાંગધ્રા હાઇવે ઉપરથી સુરેન્દ્રનગરમાં ઘુસાડવામાં આવતા હોવાનો ધડાકો થયો છે ત્યારે આ મામલે છેલ્લા 22 દિવસના સમય ગાળામાં છ જેટલા વિદેશી દારૂ ભરેલા ટ્રક ધાંગધ્રા હાઇવે ઉપરથી પોલીસે ઝડપી લીધા છે.
ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્ટેટ મોનીટરીંગ સેલ અને ધાંગધ્રા ડીવાયએસપી સ્વોડ દ્વારા દારૂ ભરેલા ટ્રક ઝડપી પાડવામાં આવ્યા છે અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે છેલ્લા 22 દિવસમાં છ જેટલા ટ્રક વિદેશી દારૂ ભરેલા ઝડપાયા છે અને બે કરોડ થી વધુનો મુદ્દામાલ છેલ્લા 22 દિવસમાં જપ્ત કરવામાં આવ્યો છે અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.