અંજારના ચાંદ્રોડા નજીક પતિના બાઇક પરથી પડી જતાં પત્નીનું મોત
ભચાઉ નજીક ટ્રક અને છકટો રીક્ષા અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી વાંકાનેર તાલુકાના નવા રાજા વરલા ગામની મહિલાનું મોત નિપજયું છે. જયારે અંજાર-મુન્દ્રા રોડ પર ચાંદ્રોડા ગામ પાસે પતિના બાઇક પાછળથી પડી જતાં પત્નીનું મોત નિપજયાનું પોલીસમાં નોંધાયું છે.
ભચાઉ પોલીસ મથકે એક યુવતિ અને એક આધેડ મહિલાના મોતની ઘટના નોંધાઇ છે. જેમાં વાંકાનેર તાલુકામાંથી ભચાઉ લોકાઇ અર્થે આવેલી મહીલા જે છકડામાં જઇ રહી હતી તેને ટ્રકની ટકકર લાગતા તેનું ગંભીર ઇજાઓને કારણે મોત નિપજયું હતું.
આ બાબતે પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના નવારાજાવરલા ગામના ૬૦ વર્ષીય શેરબાનું અલીશા શેખ ભચાઉ ખાતે કુટુંબીમાં મરણ થયું હોઇ લોકાઇ અર્થે આવેલા અને ભચાઉથી જીજ ૧ર-એયુ ૦૨૦૧ નંબરના છકડામાં બેસી સામખીયાળી જઇ રહ્યા હતો.
તે દરમીયાન સાંજે ૪.૩૦ વાગ્યાના આરસામાં ભચાઉથી ૧પ કિ.મી. દુર હોટલ વે વેઇટ સામે પાછળથી પુરપાટ આવી રહેલા જીજે ૧ર ઝેડ ૪૭૨૩ નંબરની ટ્રકના ચાલકે છકડાને ટકકર મારતા તેમાં સવાર શેરબાનું શેખ ફંગોળાયા હતા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. અકસ્માત બાદ તેમના સંબંધી શબ્બીર હુશેન શેખ ભચાઉ સીએચસી લઇને આવ્યા
કે, કુમારે મૃત જાહેર કરી ભચાઉ પોલીસને જાણ કરી હતી. ભચાઉ પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુઘ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંજાર-મુન્દ્રા હાઇવુ પર ચાંદ્રોડા ગામ પાસે કુતરું વચમાં આવતા ડરી ગયેલી બાઇક સવાર મહીલા નીચે પટકાતા ગંભીર ઇજાઓને કારણે મોત થયું હોવાનો બનાવ અંજાર પોલીસ મથકે નોંધાયો છે. આ બાબતે અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મોટી ખાખર ગામથી પોતાના પતિ સાથે જીખે ૧ર બીટી ૩૫૧૮ નંબરની મોટર સાયકલ પર ૪૯ વર્ષીય પુરબાઇ કાશબાઇ બારા (મહેશ્ર્વરી) અંજાર આવી રહ્યા હતા.
તે દરમિયાન અંજાર નજીક ચાંદ્રોડા ગામ સામે એસ્સારના પેટ્રોલ પમ્પ સામે અચાનક કુતરું વચમાં આવતા પુરબાઇ ડરી ગયા હતા અને ચાલુ બાઇકે નીચે પટકાયા હતા જેના કારણે માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી સારવાર મળે તે પહેલા જ તેમનું કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. અંજાર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ આદરી છે.