સૌરાષ્ટ્રના ગામે ગામથી રઘુવંશી પરિવાર પધારશે: રામધામ ભુમી પર તિરંગો ધ્વજ ફરકાવાશે
વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં સદ્ગુરૂ દેવ હરીચરણદાસજી મહારાજની અસિમ કૃપા અને આશિર્વાદથી નિર્માણ થવા જઇ રહેલું “શ્રી રામધામ” જેમાં કણ-કણમાં ભગવાન શિવનો વાસ છે. જ્યાં અખીલ બ્રહ્માંડના અયોધ્યાપતિ શ્રી રામચંદ્રજી તથા પૂ.જલારામબાપા તથા વિરદાદા જશરાજજીનું ધામ બનવા જઇ રહ્યું છે. જે રઘુવંશી સમાજનું શ્રધ્ધા, સેવા, સંગઠનનું કેન્દ્ર બની રહ્યું છે.
ત્યાં દેવોના દેવ મહાદેવ પણ આ તપોભુમી ઉપર બીરાજમાન છે. આપણુ આ નિર્માણધીન રામધામ નિવિઘ્ને અને વહેલી તકે પુર્ણ થાય તેમજ રઘુવંશી સમાજ તેમજ અન્ય સમાજ ઉપર મહાદેવજીની કૃપા દ્રષ્ટિ રહે ઉપરાંત માં ભારતીનું આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે શ્રી રામધામ ટ્રસ્ટ પણ સહભાગી થવા જઇ રહ્યું છે.
જેમાં માં ભારતી પણ અખંડીત રહે તેવા હેતુથી શ્રીરામધામની પવિત્ર ભુમિ પર મહાદેવને પ્રિય એવા “રૂદ્ર અભિષેક” તથા નવ ગ્રહ અભિષેક તેમજ બહેનો માટે “આનંદનો ગરબો” તથા માં ભારતીના રાષ્ટ્રગીતોનું સુંદર આયોજન કરવામાં આવેલું છે.
જેમાં આનંદનો ગરબો તથા રાષ્ટ્રગીત સાંજે 4 થી 6 કલાકે ત્યારબાદ સાંજે 6 થી 8 રૂદ્ર અભિષેક તથા નવ ગ્રહ અભિષેક યોજાશે તો દરેક રઘુવંશી પરિવારો સમયસર હાજરી આપે અને શ્રાવણ માસનો સોમવાર હોવાથી દરેક રઘુવંશી પરિવાર માટે ફરાળની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે. તેમ રામધામના ટ્રસ્ટીઓએ જણાવેલ છે. (રૂદ્ર અભિષેક તથા નવ ગ્રહ અભિષેકની શાસ્ત્રોક્ત વિધી રઘુવંશી સમાજના સાક્ષાત ભુદેવ મેહુલભાઇ પાંધી કરાવશે)
હાજરી આપનારે માહીતી આપવા અનુરોધ
જે-જે લોકો કાર્યક્રમમાં હાજરી આપવા આવનાર છે તે લોકોએ મોબાઇલ નંબર ઉપર સંખ્યા જણાવી જેથી વ્યવસ્થા કરવામાં સરળતા રહે, જેમાં રાજકોટથી પધારતા પરિવારો મેહુલભાઇ નથવાણી-98250 72079, અશોકભાઇ મીરાણી- 72030 14623, (મોરબી)ના પરેશભાઇ કાનાબાર- 98795 92800 અને આનંદભાઇ સેતા- 91376 77771, (ટંકારા)ના રીશતભાઇ કક્કડ મો.નં.91069 18376 તથા ભાવિનભાઇ સેજપાલ મો.નં. 85111 11444, (ચોટીલા)ના મુકેશભાઇ ખખ્ખર મો.નં.94254 16204, (કુવાડવા)ના ભીખાભાઇ પાઉં મો.નં.91255 06251, (વાંકાનેર)ના સુનિલભાઇ ખખ્ખર- 98982 43941 તથા ધર્મેશભાઇ ભીંડોરા- 98252 16237 ઉપર સંખ્યા નોંધાવી દેવા વિનંતી.