-
વિદ્યાર્થીઓનો પ્રવેશ ઉત્સવ, સ્નેહમિલન અને જ્ઞાતિ સેવા સંઘની કારોબારી મિટિંગનું આયોજન
-
દશ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત ભવનમાં આયોજન થશે
અમદાવાદ ન્યુઝ: અમદાવાદ ખાતે રાજગોર(કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ વિદ્યાર્થી ભવનનું અદ્યતન નિર્માણ થતા થોડા સામે પહેલા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ અમુક કામ બાકી હોવાથી રાજગોર બ્રાહ્મણ સમાજના વડીલો, જ્ઞાતિ જનો અને જ્ઞાતિ સેવા સંઘના આગેવાનોની લગાતાર મહેનત થકી જ્ઞાતિ અગ્રણી શૈલેષભાઈ તથા અક્ષયભાઈ તેરૈયા, રાજેશભાઈ મહેતા, કનું ભાઈ મહેતા, પ્રમુખ બકિંમ મહેતા, સંજય દવે વગેરે મોટી સંખ્યામાં દાતા ઓના દાન થી રૂપિયા દશ કરોડના ખર્ચે અદ્યતન બિલ્ડીંગ તૈયાર કરવામાં આવી છે.
28 જુલાઈએ સવારે 10 વાગ્યે કાર્યક્રમ યોજાશે
આગામી 28મીના રોજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ વિદ્યાર્થી ભુવનમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ ઉત્સવ, જ્ઞાતિ સ્નેહ મિલન તથા રાજગોર બ્રહ્મણ જ્ઞાતી સેવા સંઘની કારોબારી મિટિંગ એમ ત્રિવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવશે ત્યારે કાર્યક્રમોનું આયોજન 28 જુલાઈએ સવારે 10 વાગ્યે અમદાવાદ ખાતે નવ નિર્મિત ધીરુભાઇ લક્ષ્મણભાઈ તેરૈયા વિદ્યાર્થી ભુવન, નિરમા યુનિવર્સિટી પાછળ, કરવામાં આવશે
રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સંઘના અગ્રણીઓએ જહેમત ઉઠાવી
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર ભરના દરેક શહેર ગામ થી સમગ્ર જ્ઞાતિ જનો ઉપસ્થિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. તેમજ આ ત્રિવિધ કાર્યક્રમ ને સફળ બનાવવા બકિંમ મહેતા, સંજય દવે, રાજેશભાઈ મહેતા, વાસુદેવભાઈ જોષી, પરશુરામભાઈ બોરીસાગર તથા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સંઘના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
જયેશ દવે