ગેસ એજન્સીના મેનેજર અને કર્મચારી પર હુમલો કરી લૂંટારો ફરાર
લૂંટારો કાર લઇ જસદણ રોડ તરફ આવ્યા હોવાથી પોલીસે નાકાબંધી કરી તપાસ હાથધરી: લૂંટને જાણભેદુ અંજામ આપ્યાની શંકા
રાજકોટ જિલ્લાના વિંછીયા ગામે ગઈકાલ સાંજના સમયે એક લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. જેમાં વિછીયા ખાતે ગેસ એજન્સીના મેનેજર અને કર્મચારી બાઈક પર રોકડ રૂપિયા ૧.૧૦ લાખ લઈને જતા હતા તે સમયે અર્તિગા કાર માં આવેલી ત્રિપુટીએ તેના બાઇકને આંતરી તેમના પર હુમલો કરી લૂંટ ચલાવી નાશી ગયા હતા.જ્યારે આ મામલે પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી લુટારુઓએ ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.જ્યારે હાલ આ લૂંટમાં કોઈ જાણભેદુ હોવાની પોલીસે શંકા વ્યક્ત કરતા તે દિશામાં તપાસ કરી છે.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર વિંછીયા સત્યજીત સોસાયટીમાં રહેતા અજયભાઈ પરસોતમભાઈ રાજપરાએ વિંછીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું વિંછીયા રેવાણીયા રોડે ભારત ગેસ એજન્સીના શિલીન્ડરનુ ગોડાઉન આવેલ છે ત્યા મેનેજર તરીકે નોકરી કરું છું.ગઈકાલે હુ તથા મારી સાથે ગોડાઉનમા કામ કરતા સુનિલભાઇ અશોકભાઇ આલાણી એમ બન્ને રેવાણીયા રોડે આવેલ ભારત ગેસ એજન્સીના શિલીન્ડરનું ગોડાઉન આવેલ છે.
ત્યા ભારત ગેસ એજન્સીનુ મોટર સાયકલ રજી.નં.GJ-03-JQ-9721 વાળું લઇને ગયેલ અને સાડા પાંચેક વાગ્યાના વખતે ભારત ગેસએ જન્સીનુ ગોડાઉન બંધ કરી અને બન્ને બાટલાના વેચાણના આવેલ રોકડ રૂ.૧ લાખ ૧૦ હજાર તથા ભારત ગેસ એજન્સીના ગોડાઉનના કાગળો કાળા કલરના થેલામા રાખી લઇને વિંછીયા બોટાદ રોડે ઓફીસ આવેલ છે ત્યા જવા માટે નિકળેલ અને વિંછીયા માર્કેટીંગ યાર્ડના પાછળના બીજા બંધ દરવાજાની બાજુમા રોડની સાઇંડમા એક સફેદ કલરની અર્ટીકા ગાડી પડેલ હતી.
અને જસદણ રોડે થોડે આગળ મારા મોટર સાયકલની સાઇડમા આવવા દઇ અર્ટીકા ગાડીમાં ડ્રાઇવર શીટ પાછળ ની શીટમાંથી એક અજાણ્યો માણસે મને ગાળો આપી મોટર સાયકલ ઉભુ રાખવા કહેલ જેથી મે મોટર સાયકલ સ્પીડમા ચલાવી આગળ નિકળી ગયેલ અને ઓમકાર નિશાળના સ્પીડબ્રેકર પાસે આ અકા ગાડીવાળાએ મારા મોટરસાયકલ આગળ ઉભી રાખી તેમા ત્રણ અજાણ્યા માણસો બેઠેલ હતા. તેમાથી એક લાકડી લઇ નિચે ઉતરેલ અને મને મારવા લાગતા હું નીચે પડી ગયેલ અને મને મારતો હતો તેવામા ગાડી માથી બીજો અજાણ્યો માણસ નીચે ઉતરેલ અને મારી પાસે રોકડ રૂપીયા તથા એજન્સીના કાગળો વાળો કાળા કલરનો થલો આંચકી લુટ કરી અર્ટીકા ગાડી જસદણ રોડ તરફ બેસી જતા રહ્યા હતા.
જેથી આ હુમલામાં મને શરીરે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અને વિંછીયા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી લુટારુઓએ પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.જ્યારે હાલ આ લૂંટમાં કોઈ જાણભેદુ હોવાની શંકા થતા પોલીસે તે દિશામાં તપાસ હાથધરી છે.