વિછીયા પંથક અને ચોટીલા પંથકના ત્રણ શખ્સોને પકડી આંઠ ચોરાઉ બાઈક બી ડિવિઝન પોલીસે કર્યા કબ્જે
રાજકોટમાં ગઈકાલે એ-ડીવીઝન પોલીસે 60 થી વધુ ટુ-વ્હીલરની ચોરી કરનાર ગેરેજ સંચાલકને ઝડપી લીધા બાદ બી-ડીવીઝન પોલીસે પણ વધુ એક વાહન ચોર ત્રિપુટીનેઝડપી લીધી છે. જેમાં તેમની પુછપરછમાં આ ટોળકીએ રાજકોટ,વાંકાનેર અને અમદાવાદમાં 16 ટુ-વ્હીલરની ચોરી કર્યાની કબૂલાત આપી છે. જે માથી પોલીસે હાલ 8 ટુ-વ્હીલર કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
મળતી માહિતી મુજબ બી ડિવિઝન પીઆઈ આર.જી.બારોટ અને પીએસઆઈ મારૂએ બાતમીના આધારે પેડક રોડ પર શ્યામજી કૃષ્ણ વર્મા બગીચા પાસેથી બુલેટ સાથે આરોપી કિશન ઉર્ફે અનિલ ઉર્ફે બકાલી, વિજય જમોડ (રહે.ઢેઢુકી, તા.વિંછીયા), મહેશ ઉર્ફે ગોકી મનસુખ સાકળીયા (રહે. ઢેઢુકી, તા.વિંછીયા) અને અજય રમેશ કુનતીયા (રહે. નવાગામ, ચોટીલા)ને ઝડપી લીધા હતા.
પુછપરછમાં આરોપીઓએ એક બુલેટ દોઢ માસ પહેલા સંત કબીર રોડ પરના આર્યનગ2 પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ ઉપરાંત અન્ય બુલેટ તથા બાઈક મળી કુલ 16 વાહન ચોરી પણ કબુલી હતી. જેમાંથી અમુક બાઈક અલગ અલગ જગ્યાએ ઓછી કિંમતમાં વેંચી નાખ્યા હતા. જેમાંથી 8 બાઈક પોલીસે કબ્જે કર્યા છે. જેમાં 3 બુલેટ, 2 સ્પ્લેન્ડર સહિતના વાહનોનો સમાવેશ થાય છે. આરોપીઓએ રાજકોટમાં રેસકોર્સ, ગ્રીન લેન્ડ ચોકડી, સંત કબીર રોડ, અવધના ઢાળીયા સહિતના વિસ્તારો ઉપરાંત વાંકાનેર અને અમદાવાદમાંથી પણ વાહનો ઉઠાવ્યાની કબુલાત આપી છે. આરોપીઓ છેલ્લા ઘણાં સમયથી વાહન ચોરી કરતા હતા. વાર તહેવાર કે ભીડભાડ વાળી જગ્યાએ પાર્કિંગમાંથી વાહન ચોરી ઘરે લઈ જઈ તેને થોડો સમય ચલાવી ઓછી કિંમતે વેંચી દેતા હતા.જે રકમ મળે તે મોજશોખમાં ખર્ચ કરી નાખતા હતા. એટલુ જ નહી રાતના સમયે વાહનો ચો2વા બીજા શહેરોમાં જઈ હેન્ડલ લોક વગરના વાહનોના છેડા ડાયરેકટ કરી તેને ઉઠાવી જતા હતા. હાલ બી- ડીવીઝન પોલીસે બાકીના આઠ ચોરાઉ વાહનો કબ્જે કરવા તપાસ હાથધરી છે.