પ્રથમ દિવસે અષ્ટપદ તીર્થની ભાવયાત્રાનો કાર્યક્રમ યોજાયો.
લિંબડી ખાતે આવેલા બહુજીન સ્વામી જિનાલય ખાતે પ. પૂ. શુભદ્રા શ્રીજી મ.સા ના પ્રશિષ્યા પ.પૂ.સુજેસ્થા શ્રીજી મ.સા ના શિષ્યા પ. પૂ સત્વનિધી શ્રીજી મ.સા ની વર્ધમાન તપ ની ૯૫ મી ઓળી ની અનુમોદન અર્થે તેમજ પર્યુષણ પર્વ ની નિર્વિઘ્ને પૂર્ણાહુતિ નિમિતે પ.પૂ.સત્વસિદ્ધિ શ્રીજી મ.સા ની પ્રેરણા થી જિનાલય ખાતે ત્રિદિવસીય પ્રભુભક્તિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું
આ પ્રભુભક્તિ મહોત્સવ ના પ્રથમ દિવસે અસ્ટા પદ તીર્થ ની ભાવ યાત્રા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ત્યાર બાદ ભાદરવા વદ ચતુર્થી ના દિવસે સત્તર ભેદી પૂજા નું આયોજન કરાયું હતું અને મહોત્સવ ના છેલા દિવસે એટલે કે ભાદરવા વદ પંચમી ના રોજ છપ્પન દિક્ક કુમારિકા ભવ્યાતિભવ્ય સ્નાત્ર મહોત્સવ યોજાયો અને તેજ દિવસે માતૃ વંદના વતી નો ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ સંદર્ભે
” ભૂલો ભલે બીજું બધું માં બાપ ને ભૂલશો નહિ,
ભણો ભલે બીજું બધું સાસુ સસરા ને દુભાવસો નહીં”
આ સંવાદ નાટિકા પાઠશાળા ના બાળકો દ્વારા ભજવવામાં આવી અને તેની સાથો સાથ ઊનોદરી વ્રત પર ” હાથ ના કર્યા હૈયે વાગ્યા” નું સંવાદ નાટિકા નું આયોજન કરાયું હતું. આમ આ ત્રિદિવસીય ધાર્મિક પ્રસંગ ખુબજ ભાવ ભક્તિ પૂર્વક સંપૂર્ણ થયો.ઘણા બધા ભાવિકો આ પ્રસંગે હાજર રહ્યા હતા.