૧૯૯૨માં મુરલી મનોહર જોશી દ્વારા પ્રથમવાર લાલચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યારે નરેન્દ્ર મોદીએ તિરંગા યાત્રા ના નેતૃત્વ થી દેશભરમાં રાષ્ટ્રભક્તિ નો માહોલ ઊભો કર્યો હતો.. ધૂમ ધડાકા અને ગોળીબાર ના માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો

અબતક રાજકોટ

સમયનું પરિવર્તન…. સુખદ પણ હોઈ શકે.. શ્રીનગરના લાલચોક ના ઐતિહાસિક ટાવર પર જ્યારે બુધવારે ૭૨ માં પ્રજાસત્તાક દિવસ નો તિરંગો લહેરાયો ત્યારે દેશપ્રેમથી છલકાતી જનમેદની મા ભારે ઉમળકો છલકાઈ ઉઠ્યો હતો આજથી ત્રીસ વર્ષ પહેલા ૧૯ ૯૨માં કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતામુરલી મનોહર જોશીજ્યારે શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો લહેરાવવા આવ્યા ત્યારે કરફયૂગ્રસ્ત વાતાવરણમાં આતંકના ઓછાયા તળે રાષ્ટ્રધ્વજ લહેરાયો હતો, આ પ્રજાસત્તાક દિવસે સમગ્ર ચિત્ર કરવટ બદલી હોય તેમ નિર્ભય વાતાવરણમાં બે કાશ્મીરી યુવાનો સામાજિક કાર્યકર સાજીદ શાહ અને સાહિલ બશિરે ટાવર પર ચડી ને જ્યારે તિરંગો લહેરાવ્યો ત્યારે દેશભક્ત નાગરિકોના સમૂહે આનંદની ચીચીયારીઓથી વાતાવરણ ગુંજવી દીધુ હતું શિયાળાની કડકડતી ઠંડીમાં શ્રીનગરના લાલચોકમાં દેશપ્રેમનો ઉષ્મા ભર્યો માહોલ ઉભો થયો હતો

 

૭૨વર્ષના જૈફ નાગરિક અહેમદે જણાવ્યું હતું કે બાળપણથી અમે લાલ ચોક ના આ ટાવર પર ઘણીવાર પાકિસ્તાન નો રાષ્ટ્રધ્વજ ફરકતા જોતા આવ્યા છીએ આજે ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે તિરંગો દેશ પ્રેમ નાવાતાવરણમાં ફરકી રહ્યો છે સામાજિક સંસ્થાઓ અને ભાજપના કાર્યકરો અને સમર્થકો ની ઉપસ્થિતિમાં ગયેલા આ રાષ્ટ્રધ્વજ ના કાર્યક્રમમાં કાશ્મીર માર્શલ આર્ટ એકેડેમી સહિતની સંસ્થાઓ જોડાઈ હતી ૨૦૧૯ ઓગસ્ટ માં કાશ્મીર ની સ્વાયતા માટેની કલમ ૩૭૦ દૂર થયા પછી ઉભી થયેલી નવા કાશ્મીરના માહોલ માં આ વખતે ભારે આન બાન શાન થી તિરંગો લહેરાયો હતો પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પ્રશાસન ઉપર સૂર્યાસ્ત પહેલા તિરંગો નીચે ઉતારી લેવાની ઉતાવળ ની ટીકા કરી હતી શ્રીનગરમાં ઠેરઠેર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં પ્રતાપ પાર્ક ઈકબાલ પાર સહિતના વિસ્તારોમાં પ્રજાસત્તાક પર્વની જાહેર ઉજવણી કરવામાં આવી હતી.

રાજ્યપાલ મનોજસિંહ ના સલાહકાર આર.આર ભટનાગરે ગાર્ડ ઓફ ઓનર સાથે પ્રજાસત્તાક પર્વ ની મુખ્ય પરેડનું ક્રિકેટ સ્ટેડિયમમાં નિરીક્ષણ કર્યું હતું અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે લાલ ચોકમાં તિરંગા સામે આંતક ના ઉપદ્રવના માહોલમાં વારંવાર દેશવિરોધી તત્વો પાકિસ્તાનના ઝંડા ફરકાવતા રહ્યા હતા આ વખતે લાલચોકમાં શાંતિ લહેરાયે લા તિરંગા થી સૌ પ્રથમવાર કાશ્મીરી જનતાને નિર્ભય વાતાવરણનો અનુભવ થયો હતો લાલ ચોકમાં તિરંગો લહેરાવવા ની આ ઘટનાને સમગ્ર કાશ્મીરના નાગરિકો અને દેશભરના દેશપ્રેમીઓ એ આનંદ ના અવસર તરીકે ઉજવી હતી 1992માં મુરલી મનોહર જોશી દ્વારા લાલ ચોક માં પ્રથમવાર તિરંગો ફરકાવવા ની જાહેરાત કરવામાં આવી ત્યારે નરેન્દ્ર ભાઇ મોદીએ તિરંગા યાત્રાનું નેતૃત્વ લીધું હતું અને છેલ્લી ઘડી સુધીની અસમંજસતા વચ્ચે લાલચોકમાં તિરંગો લહેરાવવા નો ઇતિહાસ રચ્યો હતો અને આ વખતે સંપૂર્ણપણે નિર્ભય વાતાવરણમાં તિરંગો લહેરાતા દેશ નાગરિકોમાં આનંદની લહેર ચિચિયારીઓ ઉઠી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.