એકતા સમાજ સેવા દ્વારા એક રાત શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન: રકતદાન કેમ્પ અને લોકડાયરા સહિતના આયોજન
એકતા સમાજ સેવા દ્વારા આગામી તા.૨૫ના રોજ દેશના શહિદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ યોજાશે. જેમાં જિલ્લાના ૨૫ શહિદોના પરિવારોનું બહુમાન કરવામાં આવશે. આ તકે રકતદાન કેમ્પ અને લોકડાયરાનું પણ આયોજન થયું છે.
એકતા સેવા સમાજ દ્વારા તા.૨૫મી જાન્યુઆરીએ ૨૦૧૮ના રોજ સાંજે ૬ થી ૧૦ કલાકે બ્લડ ડોનેશન કેમ્પ તથા રાત્રે ૯:૦૦ કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન કરેલ છે. આ લોકડાયરાનું સ્ટેજ આપણા સુપ્રખ્યાત ખીમજીભાઈ ભરવાડ (ભજનીક), દાનાભાઈ ભરવાડ (ભજનીક), લાભુબેન ઝાપડીયા (ભજનીક), બલરાજભાઈ ગઢવી (સાહિત્યકાર), ચંદ્રેશભાઈ ગઢવી (સાહિત્યકાર) તથા સાજીંદા ટીમે એક દેશ દાઝ સાથે અને ભારત દેશના નાગરિક છીએ તેનું ગર્વ લઈ અને દરેક કલાકારો સ્ટેજને શોભાવવાના છે. તો આ એક રાત શહીદો કે નામ કાર્યક્રમમાં રાજકોટની તમામ ધર્મપ્રેમી તથા દેશપ્રેમી જનતાને આ ભગીરથ કાર્યમાં હાજર રહેવા જાહેર આમંત્રણ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા સંજય ગજેરા, નયન રંગાણી, વિપુલ પોકળ, રામભાઈ ડાભી, પવન સુતરીયા, જીજ્ઞેશ રામાવત તથા પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, ચેરમેન હાઉસીંગ કમિટી કિરણબેન રાજુભાઈ સોરઠીયા તથા ખોડલધામ સમિતિ વોર્ડ નં.૧૮ના લતાબેન પટેલ સાથે જોડાયા હતા. આ ઉપરાંત કરણ સોરઠીયા, રજની પોકળ, અશોક પોકળ, બ્રીજેશ સખીયા, સુબેદાર, અનિલભાઈ વણપરીયા (આર્મી-સેવા નિવૃત), કેપ્ટન ડી.કે.શર્મા (આર્મી-સેવા નિવૃત) અને પેટા ઓફિસર ભરતભાઈ ભીંડી નિવૃત) પણ જહેમત ઉઠાવી રહ્યા છે.