વૃક્ષો વાવીએ, વરસાદ લાવીએ
વૃક્ષો કયારેય પોતાની ઉમર વધવાથી એટલે કે જુનુ વૃક્ષ તેના જુનવાણી હોવાથી નહીં પણ તેમાં બીમારી, કીડાઓ લાગવાથી અને મનુષ્યોના કારણે મરે છે
કલકતામાં એક વૃક્ષ છે જેનું આયુષ્ય ર૦૦૦ વર્ષથી પણ વધારે છે
‘વૃક્ષ’ એટલે પ્રકૃતિએ મનુષ્યને આપેલી જીવાદોરી આ વાતથી લગભગ દરેક મનુષ્યો વાકેફ છે. તેમ છતાં આજે લોકો પોતાના વસવાટને જ ઘ્યાનમાં રાખીને જંગલો સાફ કરતા જાય છે. અને તેના અત્યંત જટિલ પરિણામો આપણી સામે જ છે. આજે વૃક્ષોના સફાયાના કારણે સર્જાયેલા ઘાતક પરિણામો, પ્રકૃતિનું અનિયમન, અસહયતાય તથા જંગલી પશુઓનું શહેર તરફ પ્રયાણ જેવી અનેક બાબતો ખરેખર ચિંતાજનક છે. અને તેના વિશે વિચારવું જોઇએ, તો આજે આપણે ‘વૃક્ષો’નું માનવજીવન માટે મહત્વ, તેનું યોગદાન અને ખાસ વૃક્ષની વિશેષતા વિશે મહત્વપૂર્ણ ચર્ચા કરીશું. વર્તમાન સમયમાં પ્રત્યેક લોકો એવું જ વિચારે અને ઇચ્છે છે કે, તેમના ઘરમાં એક એયર કંડીકશન હોય, પણ કદાચ ઘણાં લોકોએ વાતથી અજાણ હશે કે બેડરૂમમાં સુખદ નિંદ્રા માટે એક એયર કંડીશન નહીં પણ ઘર નજીક એક વૃક્ષ હોવું જરુરી છે.
‘વૃક્ષ’ની વિશેષતા
એક વૃક્ષ પોતાની આસપાસના ક્ષેત્રમાં એટલી ઠંડક પેદા કરે છે, જેટલી એક એરકંડીશન લગાતાર ર૦ કલાક ચલાવવાથી મળે છે. તેથી ઘર નજીક જો એક વૃક્ષ લગાવવામાં આવેલું હશે તો એ.સી. ચલાવવાની જરૂર નહીં પડે,
પર્યાવરણનું જતન કરવાના મુદ્દે વૃક્ષ જેટલું પુરાણુ એટલે કે જુનુ હોય છે તેટલું જ વધારે કામ કરે છે. ૩૦ વર્ષ જુનુ વૃક્ષ નવા લગાવવામાં આવેલા વૃક્ષોની તુલનાએ ૭૦ ગણુ વધારે કામ કરે છે.
દુનિયાના ૮૦ ટકા જંગલોનો સફાયો કરી દેવાયો છે. અંગ્રેજોના આગમન પૂર્વે ઉત્તર ભારત વધારે પડતાં જંગલોથી ધેરાયેલું હતું.
એક સાધારણ વૃક્ષ પ્રતિદિન પાંચ માનવ શરીરને શ્ર્વાસ લેવા માટે ઓકિસજનની આપૂર્ણિ કરે છે.
એક વૃક્ષ એક વર્ષમાં જેટલો કાર્બન ડાયોકસાઇડ લે છે, તેટલો કાર્બન એક કાર ૪૧,૬૦૦ કી.મી. ચાલ્યા પછી પેદા કરે છે.
એક વૃક્ષ પોતાના સઁપૂર્ણ જીવનકાળ દરમિયાન લગભગ ૧૦૦૦ કિલો કાર્બન ડાયોકસાઇડનું અવશોષણ કરે છે.
અઘ્યયનો દ્વારા મળેલી જાણકારીનુસાર છોડ સ્વાસ્થ્યમાં સુધાર લાવવા ખુબ જ અગત્યની ભૂમિકા નિભાવે છે. એક દર્દી હોસ્પિટલમાં દાખલ થયો હોય અને જો તે પોતાના બેડ પરથી લીલાછમ વૃક્ષો નિહાળે તો તેની તબિયતમાં જલ્દી સુધાર આવે છે.
વૃક્ષ પોતાના ૧૦ ટકા ખોરાક માટીમાંથી જયારે ૯૦ ટકા હવામાંથી મેળવે છે.
વિશ્ર્વભરમાં વૃક્ષોની ર૦,૦૦૦ (વીસ હજાર) પ્રજાતિઓ છે. જેમાંથી સૌથી વધારે પ્રજાતિઓ ભારતમાંથી મળી આવે છે અને અમેરિકા દ્વિતીય સ્થાન ધરાવે છે.
વૃક્ષોની વધતી ઊંચાઇને માપવાના યંત્ર ‘કૈસકોગ્રાફ’ના નિર્માતા એક માત્ર ભારતના વૈજ્ઞાનિક ભારતના વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોસે સૌ પ્રથમ એવા યંત્રનું નિર્માણ કર્યુ હતું જે વૃક્ષોના વધતી ઉંૅચાઇને માપી શકે, આ ઉપકરણ તેઓએ માત્ર ૩૦૦ રૂ.ના માલ સામાન વડે બનાવ્યું હતું. અને તેને ‘કૈસકો ગ્રાફ’ એવું નામ આપવામાં આવ્યું હતું. અને તેના માટે બોસજીને નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ એશિયાના સર્વપ્રથમ વૈજ્ઞાનિક પૈકીના એક છે જેમને આ પુરસ્કાર હાંસલ થયો છે.