- ‘અબતક’ની મુલાકાતમાં બેસ્ટ ટુર એન્ડ ફોરેસ્ટ લી.ના ડાયરેક્ટ વત્સલ કારીયાએ ડિસ્કાઉન્ટ સહિત કંપનીના અન્ય ગ્રાહકલક્ષી અભિગમ અંગે આપી વિગતો
હરવા ફરવા અને દુનિયા જોવાની અવસર આવે એટલે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના પ્રવાસ પ્રિય લોકો ખર્ચ અને સાહસ કરવામાં ક્યારેય પાછી પાની કરતા નથી, અત્યારે પેકેજ ટુર ના યુગમાં દુનિયા ઘૂમતા પ્રવાસીઓને વિશ્વસનીય રીતે સેવા આપવા માટે ખૂબ જ ટૂંકા સમયમાં મોટું નામ બની ગયેલ રાજકોટની બેસ્ટ ટૂર એન્ડ ફોરેસ્ક પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર વત્સલભાઈ કારીયા એ અબતકની મુલાકાતમાં રવિવાર પાંચમી જાન્યુઆરીએ કંપની દ્વારા આરપીજે હોટલ માં યોજાનારા ડિસ્કાઉન્ટ અવસર જેવા “સાલ કા સંસ્તા દિન” ટ્રાવેલ ઉત્સવની વિગતો આપી જણાવ્યું હતું કે કંપની દ્વારા પાંચ જાન્યુઆરીના રોજ પ્રવાસ શોખીનો માટે કંઈક વિશેષ જાહેરાત કરવા નું મન બનાવ્યું છે સ્પોર્ટ બુકિંગ પર 50,000 સુધીના ફાયદા અને ટુર દરમિયાન ભોજન ની સુંદર વ્યવસ્થા સાથે ના ટુર પેકેજ ની જાહેરાત કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રવાસ પ્રિય પરિવારો માટે છેલ્લા 28 વર્ષથી કાર્યરત અને વિશ્વસનીય ટુર બ્રાન્ડ બનેલી ટુરીઝમ કંપની બેસ્ટ ટુર એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સાલ કા સસ્તા દિન નામે ટ્રાવેલ ઉત્સવ 2025 નું આરપીજે હોટલ કાલાવડ રોડ પર તારીખ 5જાન્યુઆરી રવિવારે આયોજન કરવામાં આવ્યું છે સવારે 10થી સાંજે8 વાગ્યા સુધી ના આ સાલ કા સસ્તા દિન ટ્રાવેલ્સ ઉત્સવમાં દુનિયાભરના અણીચૂક પ્રવાસ માટે 2025ની 40 દેશોની વિવિધ ટુર માટે એક દિવસની ભવ્ય ડિસ્કાઉન્ટ સ્કીમ ની ઓફર મૂકવામાં આવી છે..
બેસ્ટ ટુર એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત સાલ કા સસ્તા દિન ટ્રાવેલ ઉત્સવમાં ગ્રાહકોને બુકિંગ પર 50,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે
બેસ્ટ ટુર એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા 40 દેશોના પ્રવાસની 2025 ની ટુર સીઝન માં ભારતીય તાત્વિક ભોજન ના રેસ્ટોરન્ટની શૃંખલા અને પ્રવાસ આઠ દિવસથી લાંબો હોય ત્યાં એક પ્રકારનું ભોજન લઈને પ્રવાસીઓ થાકી ન જાય તે માટે ટૂરમાં જ રાજસ્થાની મહારાજ રસોયાની વ્યવસ્થા કરવામાં આવી છે
દુનિયાના કોઈપણ દેશમાં રાજસ્થાની ગુજરાતી મહારાજ દેશી ખાણું પીરસશે અને આજ કારણે ટુર ટેન્શન વગરની અને મજા મજા કરાવતી ખરા અર્થમાં વીઆઈપી ટુર બની રહેશે
બેસ્ટ ટુર એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા જ્યોર્જિયા બાકુ ,અલ માટી, સાઉથ કોરિયા, જાપાન, તુર્કી, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા ,અમેરિકા, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, વાયોના, ગ્રીસ, કેન્યા, ઇજિપ્ત, મોરેશિયસ ,મુરક્કો, ભૂટાન જેવા ડેસ્ટિનેશન અને મોસ્ટ ફેવરેટ ટુર સ્પોર્ટ દુબઈ, સિંગાપુર ,મલેશિયા થાઈલેન્ડ, શ્રીલંકા, બાલી, હોંગકોંગ, જેવા રેગ્યુલર ગ્રુપ ડીપાર્ચર ના અનેક ઓપ્શનમાં એક જ સ્થળે જોઈ સમજીને તુરત નિર્ણય લેવા માટે પાંચમી જાન્યુઆરીએ યોજાનારા આ બુકિંગ ફેસ્ટિવલ ખરા અર્થમાં પ્રવાસીઓ માટે લાભના પટારા ખોલનાર બની રહેશે.
બેસ્ટ ટુર એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડ ના ડાયરેક્ટર વત્સલ ભાઈ અને અંજલિ બેન કારિયા વર્લ્ડ ટૂરની તમામ સર્કિટો પર ટ્રાન્સપોર્ટેશન સુવિધાથી લઈ હોટલો, સાઈટ સિંઇગ અને પ્રવાસીઓ માટેની નાની નાની વિગતોનું સંપૂર્ણ અધ્યયન કરીને ટુર દરમિયાન ટુરિસ્ટને કોઈપણ પ્રકારની અગવડ તો શું પણ જરા સરખો અસંતોષ ન થાય તેની ચીવટ રાખવામાં આવે છે, અને આથી જ માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત દેશ અને કેટલાક વિદેશી ટુરિસ્ટ પણબેસ્ટ ટુર એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડ ની ટુરમાં હોશ હોશે સામેલ થાય છે
5મી જાન્યુઆરી રવિવારે આર પી જે હોટલ ખાતે યોજાનારબેસ્ટ ટુર એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડ ના સાલ કા સબસે સસ્તા દિન ટુર ફેસ્ટિવલ ગ્રાહકો માટે ભવ્ય ઓફર નો લાભ લેવાનો અવસર બની જશે આ અંગે વધુ માહિતી માટે +918000500050/0281-6130000 નો સંપર્ક કરવા જણાવ્યું છે.
ગુજરાતીઓની સસ્તી સારી સવલતની ચીવટથી બેસ્ટ ટુર એન્ડ ફોરેક્સ લોકોના દિલ જીતવામાં સફળ: વત્સલ કારીયા
ગુજરાતીઓની સસ્તી અને સારી સવલતની ચીવટથીજ અમારી કંપનીબેસ્ટ ટુર એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડ લોકોના દિલ જીતવામાં સફળ બની છે: વત્સલ ભાઈ કારીયા
ટુર ઓપરેટિંગ ક્ષેત્રે 28 વર્ષથી કાર્યરતબેસ્ટ ટુર એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડ ની લોકપ્રિયતાનું રહસ્ય શું તેવા પ્રશ્ન મા વત્સલભાઈ કારીયા એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રને ગુજરાત ના લોકો પૈસા વાપરવામાં ખૂબ જ ખંતિલા મનાય છે સસ્તામાં સારી સુવિધા એ ગુજરાતીઓની ખાસિયત છે અમારી કંપની પ્રવાસીઓને વ્યાજબી ભાવે ઉત્તમ સુવિધા આપવાનો પ્રયાસ કરે છે વળી કંપની એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે પ્રવાસીઓ સાથે જે વાત અને કમિટમેન્ટ થયું હોય તે મુજબની સેવા મળવી જોઈએ, ગુજરાતીઓની સસ્તી અને સારી સુવિધા મેળવવાની જખના એ જ અમારી કંપનીને લોકપ્રિય બનાવી છે રવિવારે યોજનારા સાલ કા સસ્તા દિન ઓફરમાં પણ બુકિંગ કરાવનારને દુનિયામાં ક્યાંય ન હોય તેવી શ્રેષ્ઠ પણ સસ્તી સુવિધા આપવાનો પ્રયાસ થશે અમે અમારા મિશનમાં અવશ્યપણે સફળ છીએ અને રહેશું તેઓ વિશ્વાસ વત્સલભાઈ કારિયા એ વ્યક્ત કર્યો હતો