બીજા વિશ્વયુદ્ધમાં વગર વાંકે અબોલ અને નિર્દોષ જોવોએ જીવ ગુમાવ્યા
બીજા વિશ્વયુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ભયંકર તબાહી સર્જાઈ હતી. લોહીના તરસ્યા દેશો 6 વર્ષ સુધી બોમ્બ વરસાવતા રહ્યા. એક અંદાજ મુજબ માત્ર યુરોપમાં જ અડધા મિલિયનથી વધુ મકાનો ધરાશાયી થયા હતા. લખો લોકોએ જીવ ગુમાવ્યા હતા તો લખો લોકો એવા હતા જે અપંગતાનો ભોગ બન્યા હતા. પરંતુ તે સમયે એક એવી ઐતિહાસિક ઘટના પણ ઘટી હતી જેમાં અત્યાર સુધીનો સૌથી લાંબો અને ઝેરીલો સાપ પણ મૃત્યુ પામ્યો હતો. પણ એવું ક્યાં કારણોસર થયું હતું તે અંગે હજુ સુધી કોઈ સચોટ કારણ નહોતું મળ્યું. આ બાબતે ગિનિજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા આ વિષેની જાણકારી જાહેર કરવામાં આવી છે. જેના વિષે જૈની તમને પણ આશ્ચર્ય થયા વગર રહેશે નહીં.
ગિનિસ બુક અનુસાર, આ સાપ હમદ્ર્યાદ પ્રજાતિનો કિંગ કોબ્રા હતો, જે વિશ્વના સૌથી ઝેરી સાપમાંનો એક છે. તે ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં જોવા મળે છે. સામાન્ય રીતે તે 3.7 થી 4 મીટર એટલે કે 13 ફૂટ લાંબુ અને 6.8 કિલો સુધીનું વજન હોય છે, પરંતુ એપ્રિલ 1937માં મલેશિયાના નેગેરી સેમ્બિલાનમાં પકડાયેલો કિંગ કોબ્રા 5.71 મીટર એટલે કે 18 ફૂટ 8 ઇંચ લંબાઈનો હતો. જે અત્યાર સુધીનો સૌથી લાંબો ઝેરી સાપ છે. બાદમાં તેને બ્રિટનના લંડન ઝૂમાં રાખવામાં આવ્યો હતો. 1939ના શિયાળા સુધીમાં તેની લંબાઈ વધુ વધી ગઈ હતી. પરંતુ માપણી એ જ સમયની હોવાથી જૂની માપણી લેવામાં આવે છે.
જ્યારે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે આ સાપને પ્રાણી સંગ્રહાલયમાં અન્ય ઘણા ઝેરી સાપ સાથે મારવો પડ્યો હતો. અધિકારીઓને ભય હતો કે પ્રાણી સંગ્રહાલયમાં બોમ્બ વિસ્ફોટ થઈ શકે છે. જેના કારણે ઝેરી પશુઓ શહેર તરફ દોડી શકે છે. જનતાને જોખમમાંથી બચાવવા માટે મુશ્કેલ નિર્ણય લેવામાં આવ્યો હતો. લંડન ઝૂ આજે પણ તેની વેબસાઇટ પર તેને દુઃખદ દિવસ તરીકે યાદ કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 3 સપ્ટેમ્બર 1939ના રોજ યુદ્ધ ફાટી નીકળ્યા બાદ સરકારના આદેશથી ઝૂલોજિકલ ગાર્ડન બંધ કરી દેવામાં આવ્યા હતા. અમે પહેલેથી જ તૈયારી કરી રહ્યા હતા. બે વિશાળ પાંડા, બે ઓરંગુટાન, ચાર ચિમ્પાન્ઝી, ત્રણ એશિયન હાથી અને એક શાહમૃગ સહિત ઘણા પ્રાણીઓને વ્હીપ્સનેડ ઝૂમાં મોકલવામાં આવ્યા હતા.
તેઓ ત્યાં સુરક્ષિત રહેશે તેની ખાતરી હતી.ઝૂની વેબસાઈટ અનુસાર, પ્રાણી સંગ્રહાલયમાં બોમ્બ વિસ્ફોટ થતાં ખતરનાક પ્રાણીઓ શહેરમાં ભાગી જવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તમામ ઝેરી પ્રાણીઓને મારી નાખવામાં આવ્યા હતા. જોકે, કેટલાક સરિસૃપને બચાવી લેવાયા હતા. તેમાં કોમોડો ડ્રેગન અને ચાઈનીઝ મગરનો પણ સમાવેશ થતો હતો. બે વિશાળ અજગરને રાખવા માટે 8 ફૂટ લાંબા, 4 ફૂટ પહોળા અને 2 ફૂટ ઊંડા લાકડાના બે મોટા બોક્સ બનાવવામાં આવ્યા હતા. એક 28 ફૂટ લાંબો અને બીજો 25 ફૂટ લાંબો હતો. પ્રાણી સંગ્રહાલય અને બાકીના પ્રાણીઓની સંભાળ રાખનારાઓ માટે તે અતિ મુશ્કેલ સમય હતો. ખાવા-પીવાની વસ્તુઓ ઘટી ગઈ હતી. જેના કારણે ઘણી મુશ્કેલીઓ હતી.