છ બહેનોના એકનેએક ભાઇને વિજળી ભરખી જતા પ્રજાપતિ સમાજમાં ભારે શોક: પંથકમાં અરેરાટી
મૂળી ગામે કુંભારપરા વિસ્તારમા રહેતા ચકુભાઇ ગાંડાભાઇ રાઠોડ અને લાભુબેનના પરિવારમા છ બહેનોનો એકને એક લાડકવાયો ભાઇ હરેશ ભણવામા નિપુણ હતો રાજકોટ ખાતે આવેલ આનંદ નર્સિગ કોલેજમા હોસ્ટેલમા રહી બીજા વર્ષમા નર્સિગનો અભ્યાસ કરતો હતો તેમના બેન બનેવી રાજકોટ વેલનાથ પરા કૈલાશનગર મા રહેતા હોય તેમની બીજી બેન રીટા અને બનેવી સુખદેવભાઇ ટાંક સરાથી રાજકોટ આવવાના હોય હરેશ પણ રવિવાર ની રજા હોય કૈલાશનગર બનેવી નવિનભાઇ ના ધરે રોકાયો હતો
સાંજે બન્ને બહેનો બનેવી અને ભાણો સિધ્ધાર્થ સાથે હરેશ આજી ડેમ પાસે રવિવારી બજાર મા ખરિદી કરવા ગયેલ હતા અચાનક વાતાવરણ પલટાતા ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા પાચેય વ્યકિત ઉભા હતા ત્યારે ધડાકાભેર વિજળી પડતા હરેશ અને સિધ્ધાર્થ ગંભીર રીતે દાઝી ગયા હતા તેમને તાત્કાલિક દવાખાને લઇ જવાયા હતા પરંતુ ગંભીર રીતે દાઝી ગયેલા હરેશ રાઠોડ ઉ.૨૧ નુ કરૂણ મોત નિપજેલ હતુ જયારે સિધ્ધાર્થ સુખદેવ ભાઇ ટાંક નો આબાદ બચાવ થયેલ હતો
મિલનસર અને માયાળુ સ્વભાવ ધરાવતા હરેશના અકાળે મોતની જાણ વાયુવેગે મૂળી રહેતા તેમના પરિવારમા થતા સમગ્ર પ્રજાપતિ સમાજ શોકાતુર બની ગયો હતો માતા લાભુ બેન પિતા ચકુભાઇ નો લાડકવાયો અને છ બહેનોના એક ને એક ભાઇ રક્ષાબંધન ના પર્વ પહેલા જ બબ્બે બહેન અને બનેવી ની નજર સામેજ કાળમુખી વિજળી ભરખી જતા પરિવાર હતપ્રત બની ગયો હતો તમનો મૃતદેહ મૂળી લાવતા સમગ્ર ગામમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ સવારે મૂળી ખાતે તેમની અંતિમક્રિયા બહોળી સંખ્યામા લોકો જોડાયા હતા
અભ્યાસમા તેજસ્વી હરેશ કુટુમ્બનો ભાર ઉપાડે તે પહેલાજ અકાળે મોતને ભેટતા મજુરીકામ કરી પેટિયુ રળતા પ્રજાપતિ પરિવારનો મોભી છિનવાયો હતો