બે બાઈક ચાલક-ટ્રકના ચાલકે ઘટના નિહાળી: ઘટના સીસીટીવીમાં કેદ
ગોંડલ તાલુકાના મોવિયા ગામે ગત રાત્રી ના એક અજીબોગરીબ બનાવ જોવા મળ્યો હતો. મોવિયા શ્રીનાથગઢ રોડ પર આવેલ પંચર ની દુકાન પાસે રાખેલ ટ્રેકટર ડ્રાઈવર વગર ચાલુ થઈ ને રોડ પર ચાલતું જોવા મળ્યું હતું મોવિયા થી ગોંડલ તરફ 500 ફૂટ ટ્રેકટર ચાલ્યું સમગ્ર ઘટના ઈઈઝટ માં કેદ થઇ છે.
મોવિયા મા શ્રીનાથગઢ રોડ પર ખોડિયાર પંચર નામની દુકાન ધરાવતા યોગેશભાઈ ગેવરિયા રાત્રે પોતાનું ટ્રેકટર દુકાન પાસે રોજિંદા પાર્કિંગ કરી ને ઘરે જતા રહે છે. આ રોજીંદા ક્રમ મુજબ પાર્ક કરેલુ ટ્રેક્ટર ગત રાત્રે 11.45 વાગ્યા આસપાસ ડ્રાઈવર વગર અચાનક ચાલુ થયું હતું અને દુકાન થી ગોંડલ તરફ ચાલતું થયું હતું. આ સમગ્ર ઘટના ઈઈઝટ માં કેદ થઈ હતી. ડ્રાઈવર વગર ટ્રેકટર ને રોડ પર નીકળતા બે બાઈક સવાર અને એક ટ્રક ચાલકે નજરે નિહાળી હતી ટ્રેકટર યોગેશભાઈ ની દુકાન થી ગોંડલ તરફ 500 ફૂટ સુધી દોડી ગયુ હતુ.મોવિયા ના લોકોએ બનાવ ને ચમત્કાર મા ગણાવ્યો છે.
બનાવ અંગે યોગેશભાઈ ગેવરિયા એ જણાવ્યું હતું કે રોજ ટ્રેકટર મારી દુકાન પાસે હોઈ છે હું વહેલી સવારે રોજિંદા ખેતરે જતો હોઉ છું આજે પણ સવારે ખેતરે જવા નીકળ્યો ત્યારે ટ્રેકટર ત્યાં જોવા મળ્યું નહતું આજુબાજુ માં તપાસ કરતા દુકાન થી 500 ફૂટ એક થાંભલા પાસે ટ્રેકટર ઉભું હતું થોડી વાર તો યોગેશભાઈ પણ વિચાર માં પડ્યા કે ઑ… તારી… !ટ્રેકટર દુકાન પાસે પાર્કિંગ કર્યું હતું તો અહીં સુધી કેમ આવ્યું.. .. ? બાદમાં સામે આવેલ પરાગ મારબલ ના ઈઈઝટ ચેક કરતા કંઇક અલગજ દ્રસ્ય જોવા મળ્યું હતું. યોગેશભાઈ ગેવરિયા મોવિયા ગામના વતની છે અને ખેતીકામ ઉપરાંત પંચર ની દુકાન ધરાવે છે. તેમને ઉંઈઇ, ટ્રેકટર જેવા વાહનો પણ છે.