નીરવ મોદીની 523 કરોડની 21 પ્રોપર્ટી સહીત પાસપોર્ટ જપ્ત
પંજાબ નેશનલ બેન્કમાં થયેલા રૂ. 11,526 કરોડના કૌભાંડમાં એન્પોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની કાર્યવાહી 11માં દિવસે પણ ચાલુ રહી છે. શનિવારે એન્ટી મની લોન્ડરિંગ કેસ અંતર્ગત નીરવ મોદીની 21 પ્રોપર્ટી અટેચ કરવામાં આવી છે. તેની કિંમત રૂ. 523.72 કરોડ છે. આ કાર્યવાહી અહમદનગર, મુંબઈ અને પુણેમાં કરવામાં આવી છે. તેમાં જમીન, ફાર્મ હાઉસ, સોલર પ્લાન્ટ અને ફ્લેટ સામેલ છે. અત્યાર સુધી નીરવ મોદીની કુલ 6393 પ્રોપર્ટી સીઝ કરવામાં આવી છે. આ કૌભાંડમાં નીરવ મોદી અને મેહુલ ચોકસી મુખ્ય આરોપી છે.