ગત વર્ષની સરખામણીમાં 16 હજારથી વધુ દસ્તાવેજો નોંધાયા
લોકડાઉન દરમિયાન એપ્રિલ, મે અને જૂનમાં કચેરી બંધ હોવાથી જુલાઈમાં નોંધની સંખ્યા 10 હજારને પાર પહોંચી: નોંધણી નિરીક્ષક
કોરોના ના કપરા સમયમાં દરેક ઉદ્યોગો પર માઠી અસર નો સામનો થયો હતો માત્ર એટલું જ નહીં વ્યક્તિગત આવક અને વ્યક્તિગત મિલકતને પણ કોરોના નું ગ્રહણ લાગ્યું હતું ત્યારે રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો દસ્તાવેજો નીચે નોંધણી જે મુજબ અને જે પ્રમાણે પહેલા થતી હતી તેમાં વર્ષ 2020 માં ઘટાડો નોંધાયો હતો પરંતુ સરકારની સુજબુજ અને કુનેહથી જે રીતે કાર્ય કરવામાં આવ્યા તેનાથી આ તમામ ક્ષેત્ર ફરી ધમધમતા થયા છે અને દસ્તાવેજ નોંધણી માં પણ વધારો જોવા મળ્યો છે.
ક્યાંક ને ક્યાંક એ પ્રકારની સ્થિતિ પણ લોકડાઉન માં ઉદભવી થઇ હતી જેમાં લોકોએ પોતાની આજીવિકા અને ઘર ચલાવવા માટે મિલકતો ને પણ વહેંચવામાં આવી હતી પરંતુ હાલ સ્થિતિમાં સંપૂર્ણ સુધારો જોવા મળતા જે પ્રમાણે દસ્તાવેજની નોંધણી થઇ રહી છે તેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે હાલનો સમય ખૂબ જ સારો છે અને લોકો આર્થિક રીતે પણ સધર થઈ રહ્યા છે.
દર વખતની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષમાં દસ્તાવેજ નોંધણીનો પ્રમાણ સતત વધ્યું છે જે ખરા અર્થમાં અકલ્પનીય છે ત્યારે નારા નાણાકીય વર્ષમાં પણ તેની હકારાત્મક અસર જોવા મળશે તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે.બીજી તરફ એ વાત પણ સામે આવે છે કે લોકડાઉન બાદ જે આર્થિક સ્થિતિ દરેક લોકોની સુધરી છે તેનાથી ધિરાણ આપતી નાણાકીય સંસ્થાઓને પણ એક ભરોસો કર્યો છે કે તેમના દ્વારા આપવામાં આવેલું ધિરાણ વ્યર્થ નહીં જાય અને સુચારુ રૂપથી રૂપિયા લેનાર વ્યક્તિ તેમનું ધિરાણ ભરત કરશે પરિણામે હાલ લોન પણ લોકો લેતા થયા છે. સરકાર દ્વારા જે રાહત દરે મકાન બનાવવાની અને વડાપ્રધાન મોદીનું જે ઘરના ઘરનું સ્વપ્ન જોવામાં આવ્યું છે તેને પરિપૂર્ણ કરવા માટે નાણા ન આપતી સંસ્થાઓ લોકો ને ધિરાણ પૂરું પાડી રહી છે.
લોકડાઉન બાદ સરળતાથી લોન મળતાં લોકોનો ભરોસો વધ્યો છે
રાજકોટના નોંધણી નિરીક્ષક મહેશભાઈ જેઠવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે લોકડાઉન બાદ લોકોની આર્થિક સ્થિતિ સુધરતાં દસ્તાવેજોની નોંધણીમાં વધારો થયો છે સાથોસાથ કોરોના ના કપરા સમય બાદ નાણાકીય સંસ્થાઓને ભરોસો બેસતા લોકોને ધિરાણ પણ સરળતાથી મળી રહે છે જે ખરા અર્થમાં એક હકારાત્મક અભિગમ છે ત્યારે હજુ પણ આવનારા સમયમાં નોંધણી આંકડામાં વધારો થાય તેવી શક્યતા છે.