મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, નવસારી અને વાપી નગરપાલિકા અપગ્રેડ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાઈ જશે : કેબિનેટ ની બેઠકમાં રાજ્ય સરકારે આપી લીલી ઝંડી
સૌરાષ્ટ્રના 2 સહિત કુલ 5 શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશન મળશે. મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, નવસારી અને વાપી નગરપાલિકા અપગ્રેડ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાઈ જશે. જેને કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે લીલી ઝંડી આપી દીધી છે.
ગુજરાતના જે શહેરો નો વિકાસ તાજેતરમાં થયો છે. ઉપરાંત ત્યાં સારી એવી વસ્તી છે જેથી ત્યાં સગવડતામાં વધારો થાય અને તમામ કામો સુવ્યવસ્થિત રીતે થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ધારા ધોરણ પ્રમાણે મહાનગરપાલિકામાં તેને પરિવર્તિત કરવામાં આવે છે. આવી જ રીતે ગુજરાત રાજ્યના પાંચ શહેરો જે વિકાસની હરણફાળ ભરી રહ્યા છે તેના વિકાસને નવી ઊંચાઈ આપવા માટે તેને મહાનગરપાલિકા આપવાના લીલી ઝંડી અપાય છે
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના વધુ પાંચ શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશન આપવામાં આવનાર છે. જેમાં નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબીનો સમાવેશ થાય છે. અહીં નગરપાલિકા અપગ્રેડ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાઈ જશે. ગત બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે આ નગરપાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવવા માટે લીલી ઝંડી આપી દીધી છે. નવી પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત થતાની સાથે જ ગુજરાતમાં કુલ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યા 13 થઇ જશે. છેલ્લે 2010માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત થઈ હતી, હવે 13 વર્ષ બાદ નવી પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનનો થશે ઉમેરો થશે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર કચ્છની મોરબી સુરેન્દ્રનગર અને ગાંધીધામ નગરપાલિકા ને મ્યુનિસિપલ કોર્પોરેશન નો દરજ્જો અપાવવા માટે છેલ્લા ઘણા સમયથી કવાયત હાથ ધરવામાં આવી હતી સ્થાનિક નેતાઓ ઉપરાંત સંસ્થાઓએ આ માટે ઝુંબેશ પણ છેડી હતી શહેરને વધુમાં વધુ સુવિધા મળે અને વિકાસના કામો શું આયોજિત રીતે થાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળે તે જરૂરી હતું અંતે નેતાઓ અને સંસ્થાઓની મહેનત રંગ લાવી છે સરકારે સૌરાષ્ટ્ર કચ્છના ત્રણ મહત્વના શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશન નો દરજ્જો જાહેર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
13 વર્ષ બાદ નવી મ્યુનિસિપલ કોર્પોરેશન ઉમેરાશે
નવી પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉમેરાતા ગુજરાતમાં કુલ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યા 13 થઇ જશે. સરકારે છેલ્લે 2010માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને મંજૂરી આપી હતી. હવે 13 વર્ષ બાદ નવી પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉમેરો થશે. આમ ઘણા લાંબા સમય બાદ નવી મ્યુનિસિપલ કોર્પોરેશનો ઉમેરાવા જઇ રહી છે.