૮ પુરૂષ, ૮ સ્ત્રી અને ૧૫ માસના બાળક સહિત ૧૬ પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ
સૌરાષ્ટ્ર-કચ્છમાં હાહાકાર મચાવી રહેલા સ્વાઈન ફલુના દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. રાજકોટની સરકારી હોસ્પિટલના સ્વાઈન ફલુ વોર્ડમાં સારવાર લઈ રહેલા કોટડા સાંગાણીના નાના માંડવા પ્રૌઢનું ગઈકાલે સાંજે મોત નિપજયું છે. સ્વાઈન ફલુ વોર્ડમાં હજી ૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે. તમામ દર્દીઓનાં રીપોર્ટ પોઝીટીવ હોવાથી તબીબો સઘન સારવાર પુરી પાડી રહ્યા છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર કોટડા સાંગણી તાલુકાના નાના માંડવા ગામના ભીમજીભાઈ હંસરાજભાઈ ડોબરીયા નામના પ્રૌઢને સ્વાઈન ફલુની સારવાર અર્થે ગત તા.૫ ઓગષ્ટના રોજ દાખલ કરાયા હતા જયાં તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો તબીબોની સઘન સારવાર દરમિયાન પ્રૌઢાએ કાલે સાંજે હોસ્પિટલનાં બિછાને દમ તોડયો હતો સિવિલ હોસ્પિટલનાં સ્વાઈન ફલુ વોર્ડમાં ૧૫ માસના બાળક સહિત ૮ પુ‚ષ દર્દી અને ૮ મહિલા દર્દી મળી કુલ ૧૬ પોઝીટીવ દર્દીઓને નિષ્ણાંત તબીબની ટીમ સેવા આપી રહી છે.