સોનાના ની ખરીદીમાં થયો વધારો: જ્વેલર્સઓ ને થયો લાભ
અક્ષય તૃતીયા સોનાનું વેચાણ આ વર્ષે કોવિડ-19 પહેલાના સ્તરને 25% થી વટાવીને 27.5 થી 28 ટન થઈ ગયું છે, બે વર્ષ પછી અક્ષય તૃતીયાના તહેવારમાં લોકોમાં સોનાની ખરીદી પ્રત્યે રોમાંચક તથા ઉત્સાહ જોવા મળ્યો છે કેમકે કોરોના ના સમયગાળા બાદ સોનામાં તેજી જોવા મળી છે અને ખરીદીમાં વધારો થયો છે અને લગ્નના સમયગાળા દરમ્યાન પણ આ જ રીતે કોરોના કાળ પછી ખરીદીમાં વધારો થતો જોવા મળ્યો છે.
પ્રી-કોવિડ 2019ના સમયગાળા દરમિયાન અક્ષય તૃતીયા પર કુલ 22 ટન સોનાનું વેચાણ નોંધાયું હતું, જે હિન્દુ કેલેન્ડરમાં એક દિવસ હતો જ્યારે સોના અને સોનાના દાગીના ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. ગત સપ્તાહે રૂ.54,000 પ્રતિ 10 ગ્રામના ઊંચા ભાવથી ભાવ ઘટીને રૂ.51,340 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.
હીરાના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો છે, જોકે પુરવઠાની અછતને કારણે પોલિશ્ડ હીરાના ભાવમાં 7-8% વધારો થયો છે. અક્ષય તૃતીયાની શરૂઆતમાં રિટેલરો તરફથી હીરાની માંગ ખૂબ જ મજબૂત રહી છે. માંગ આ વખતે કોવિડ પહેલાના સ્તરથી વધુ થઈ જશે, વેચાણ કોવિડ પહેલાના સમય કરતાં 25% વધુ થઈ ગયું છે.
સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 55,000-58,000 થી ઘટીને રૂ. 50,500ની આસપાસ આવી ગયા છે, જેનાથી ગ્રાહકોના સેન્ટિમેન્ટમાં વધારો થયો છે.
સામાન્ય રીતે લોકો ભાવની ઉતાર ચઢાવને સ્વીકારવામાં લગભગ 10-15 દિવસનો સમય લે છે. અને જ્યારથી ભાવ નીચે આવ્યા છે, ત્યાં સામાન્ય રીતે બજારમાં સકારાત્મક સેન્ટિમેન્ટ છે, જે આગળ જતાં સોનાના ભાવમાં વધારો થવાની અપેક્ષા રાખે છે. આનાથી વેચાણ વધારવામાં પણ મદદ મળશે. જે લોકો દાગીનાની ખરીદી તથા જ્વેલર્સ સોનાના સ્ટોક ઉપર સીધી અસર છે.