ગુજરાત ગીર અને ગીરના જંગલમાં વસતા સિંહ લઈને વિશ્વભારમાં જાણીતું છે. સિંહોની જાણવણીને લઈને દરેક વખત વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વાર તેનો જવાબ આપવામાં આવે છે. ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા સત્રમાં કોંગ્રેસી ધારાસભ્ય વિરજી ઠુમ્મરે સિહોના મોત લઈને ઘણા પ્રશ્નો કર્યા હતા. તેનો જવાબ આપતા રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં કેટલા સિંહોનો મોત થયા છે તેનો આંકડો રજુ કર્યો હતો.
રાજ્ય સરકાર સિંહ મોતને લઈને છેલ્લા બે વર્ષના આંકડા રજૂ કર્યા હતાં. 2019માં 35 સિંહ,48 સિંહણ અને 71 સિહબાળનો મોત થયા છે. 2020માં 36 સિંહ,42 સિંહણ અને 81 સિંહબાળના મોત થાય થે. કુલ 313 સિંહ અને સિંહબાળના મોત થયાનો આંકડ રજૂ કરવામાં આવ્યો હતો.
ઉલ્લખનિય છે કે, સિંહોના મોતને લઈ રાજ્ય સરકાર અને વન વિભાગ દોડતું થઈ જાઈ છે. તેમજ સિંહોના મોત પાછળના કારણો જવાબદાર છે તેના વિશે પણ જાણવાનું આરંભી દીધુ હતું. આ પહેલા સુપ્રીમ કોર્ટે પણ ગીરના જંગલમાં એક મહિનામાં મોટી સંખ્યામાં થયેલા સિંહોના મોત મામલે કેન્દ્ર અને ગુજરાત સરકાર પાસે ખુલાસો માગ્યો હતો.