રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુની આલ્ફ્રેડ હાઇસ્કુલ (મોહનદાસ ગાંધી વિધાલય) ખાતે મહાત્મા ગાંધી મ્યુઝિયમ બનાવવામાં આવેલ છે. જેનું લોકાર્પણ તા.૩૦/૦૯/૨૦૧૮ ના રોજ માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં વરદ હસ્તે કરવામાં આવેલ હતું. આ મ્યુઝિયમ મુલાકાતીઓ માટે તા.૦૧/૧૦/૨૦૧૮ થી મુલાકાત માટે ખુલ્લું મુકવામાં આવેલ છે. તા.૦૧/૧૦/૨૦૧૮ થી મ્યુઝિયમની મુલાકાત માટે મુલાકાતીઓનો સારાં એવા પ્રમાણમાં ધસારો જોવા મળેલ છે. તા.૦૧/૧૦/૨૦૧૮ થી તા.૩૧/૧૦/૨૦૧૮ સુધીમાં એટલે કે ઓક્ટોબર-૨૦૧૮ માસ દરમિયાન નીચેની વિગતે કુલ-૧૧૪૦૫ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે અને રાજકોટ મહાનગરપાલિકાને રૂ.૨.૩૯/- લાખની આવક થયેલ છે.
ક્રમ નં. | મુલાકાતી વર્ગ | મુલાકાતીઓની સંખ્યા |
૧ | ૩ થી ૧૨ વર્ષ સુધીની ઉમરના બાળકો | ૩૨૦૧ |
૨ | ૧૨ વર્ષથી વધુ ઉમરની વ્યક્તિઓ | ૮૨૦૪ |
કુલ આવક રૂ. | ૨,૩૯,૮૧૦/- |
ઓક્ટોબર-૨૦૧૮ માસ દરમિયાન મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત માટે :
(૧) રાજકોટ શહેરની તેમજ આસપાસનાં શહેરની શાળા-કોલેજોનાં વિધાર્થીઓ
(૨) રાજસ્થાન, કેરળ, ઉતરપ્રદેશ સહિત વિવિધ રાજ્યનાં ૧૦૦ થી વધું મુલાકાતીઓ
(૩) વિવિધ દેશના ૮૦ થી વધારે ફોરેન મુલાકાતીઓ
(૪) વેસ્ટર્ન રેલ્વેનાં અધિકારીશ્રીઓ
(૫) કોલકતા હાઇકોર્ટના જસ્ટીસ શ્રી મોહમદ મુમતાઝ ખાન સાહેબ, અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટીસ શ્રી શશીકાંત ગુપ્તા સાહેબ, કોલકતા હાઇકોર્ટના જસ્ટીસ શ્રી સંપતિ ચેટર્જી સાહેબ
(૬) એરફોર્સનાં અધિકારી શ્રી કેદાર ઠાકર સાહેબ
(૭) રોઝર આશ્રમ-સાબરકાઠાનાં સંતો
(૧૦) ઇન્કમટેક્ષ ઓફિસર શ્રી લલિત ચોપરા સાહેબ અને ટીમ વિ. સહિતનાં મહાનુભાવોએ મુલાકાત કરેલ છે.
મ્યુઝિયમ મુલાકાતીઓનાં પ્રતિભાવો:-
(૧) શ્રી અંબાલાલ સી. પુરબીયા:- (ઉપ પ્રમુખ: સામાજીક વાલ્મીકી વિકાસ મંડળ-ખેડા) ”મ્યુઝિયમની મુલાકાત કરવામાં આવી, ખરેખર ખુબ જ આનંદ થયો. સુંદર આયોજન માટે ગુજરાતના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાહેબને ખુબ ખુબ અભિનંદન ખરેખર રાજકોટનાં આંગણે એક નવું નજરાણું આપે ભેટ આપ્યું છે તે માટે પુન: અભિનંદન સાથે આભાર. આ મ્યુઝિયમ થકી ગુજરાતની ઓળખ થશે. મ્યુઝિયમમાં ગાંધી બાપુની આન-બાન અને શાનને સ્થાન આપવામાં આવ્યું છે તે માટે સૌનો આભાર.”
(૨) શ્રી દિપકભાઇ જે ઠાકર (વલસાડ)
“અદભૂત…ખુબ જ સુંદર…માહિતી પ્રદ…અભ્યાસ માટે ખુબ જ ઉપયોગી…દ્રશ્ય શ્રાવ્ય ખુબ જ અદભૂત…આયોજન ખુબ જ સારૂ…નિર્માણકાર્ય સારૂ..આર્કિટેકચર કાર્ય સારૂ…”
(૩) શ્રી અતુલભાઇ કાલરીયા (રાજકોટ) ”Excellently Thought Out & Exhibited”
(૪) શ્રી રાજેશભાઇ કેશવલાલ પારેખ (રાજકોટ) ”ખરેખર આંખમાં આસુ આવી ગયાં, ખુબ જ આનંદ-ભાવ-વિભોર થઇ ગયો. તમારૂ આ મ્યુઝિયમ તો બેમિસાલ છે. ખુબ ખુબ અભિનંદન, સ્વચ્છતા, સુંદરતા, સમયસરતા વિ. ખુબ જ ઉત્તમ