લો-પ્રેશર ઝારખંડમાં વિસર્જીત છતાં ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ અને તેને લાગુ મધ્યરાજસનમાં સાયકલોનિક સકર્યુલેશન સાથે મોન્સુન ટ્રફ પણ સક્રિય હોય રાજ્યમાં ચાર દિવસ મેઘાવી માહોલ રહેશે: ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં મજબૂત સાયકલોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે, આગામી સપ્તાહે રાજ્યમાં ભારે વરસાદના યોગ
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૧૬૮ તાલુકાઓમાં મેઘમહેર: ગુજરાતમાં મોસમનો કુલ ૩૩.૯૦ ટકા વરસાદ
એક સાથે બે-બે સીસ્ટમો સક્રિય થતા રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. લો-પ્રેસર ઝારખંડમાં વિસર્જીત થઈ ગયું છે. જો કે, ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ અને તેને લાગુ મધ્ય રાજસનમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય છે. સાથે સાથે મોન્સુન ટ્રફ સાઉથ વર્ડ તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે આજે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની જ્યારે સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં એક મજબૂત સાયકલોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જે ૩૧મી જુલાઈ આસપાસ લો-પ્રેસરમાં પરિવર્તીત થશે જેનો સૌથી વધુ લાભ ગુજરાતને મળે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. આગામી સપ્તાહે રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેની સાથે જોડાયેલા મધ્ય રાજસ્થાન પર દરિયાઈ સપાટીથી ૪.૫ કિ.મી.ની ઉંચાઈ પર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જ્યારે બીકાનેર, જમસેદપુર સુધી ઓફ સોર ટ્રફ છે જેની અસરના કારણે આગામી ૨જી ઓગષ્ટ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના આપવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ ઉપરાંત કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત મહેસાણા, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. મધ્ય રાજસનનું સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર અને મોરબી જિલ્લામાં વરસાદની શકયતા વ્યકત કરવામાં આવી છે. આવતીકાલે બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, દ્વારકા, જામનગર, કચ્છમાં જ્યારે ૩૧મી જુલાઈએ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી ઉપરાંત દમણ, દાદરાનગર હવેલી. ૧લી ઓગષ્ટે આણંદ, બનાસકાંઠા, વલસાડ, નવસારી, ડાંગ અને દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.
રાજ્યમાં સાર્વત્રીક અને ભારે વરસાદ આપતી લો-પ્રેસરની સીસ્ટમ ઝારખંડ તરફ ફંટાઈ સંપૂર્ણપર્ણે વિસર્જીત થવા પામી છે. પરંતુ સાયકલોનિક સર્ક્યુલેશન સાથે મોન્સુન ટ્રફ પણ સક્રિય હોવાના કારણે પાંચ દિવસ વરસાદી વાતાવરણ યથાવત રહેશે. બીજી તરફ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં મજબૂત સાયકલોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જે ૩૧મી જુલાઈએ લો-પ્રેસરમાં પરિવર્તીત થશે જેની અસરતળે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની શકયતા વ્યકત કરાઈ છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૧૬૮ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વાવમાં ૨૩૦ મીમી એટલે કે, ૯ ઈંચ જેટલો વરસી ગયો છે. આજે સવારી સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત, મધ્યમ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. આજ સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ ૩૪ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.
બનાસકાંઠાના વાવમાં ૯, રાદમાં ૭ અને દિયોદરમાં ૪ ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રીક અડધાી લઈ ૪ ઇંચ સુધી વરસાદ
રાજ્યમાં ભારે વરસાદ આપે તેવી બે-બે સીસ્ટમો સક્રિય થતાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રવિવારે મેઘરાજા મનમુકી વરસ્યા હતા. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આજે પણ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ થતા સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં રવિવારે હળવા ઝાપટાથી લઈ ૯ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. બનાસકાંઠા જિલ્લાના વાવમાં ૨૩૦ મીમી, દિયોદરમાં ૧૦૨ મીમી, રાદમાં ૧૭૧ મીમી, લખાણીમાં ૪૫ મીમી, કાંકરેજમાં ૩૪ મીમી, ભાભરમાં ૩૫ મીમી, સુઈ ગામમાં ૨૧ મીમી, વડગામમાં ૨૦ મીમી વરસાદ પડયો હતો. મહેસાણા જિલ્લાના જોટાનામાં ૧૦ મીમી, ખેરાલુમાં ૨૦ મીમી, સંતલાનસામામાં ૨૨ મીમી, વિજાપુરમાં ૨૭ મીમી, સાબરકાંઠાના હિંમતનગરમાં ૩૩ મીમી, ઈડરમાં ૨૪ મીમી, ઓસીનામાં ૩૬ મીમી, અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ૨૯ મીમી, મોડાસામાં ૧૩ મીમી, માલપુરમાં ૧૨ મીમી જ્યારે ગાંધીનગર જિલ્લાના કલોલમાં ૯ મીમી, ગાંધીનગર શહેરમાં ૧૨ મીમી વરસાદ પડયો હતો. કચ્છના ભચાઉમાં ૨૯ મીમી વરસાદ વરસ્યો હતો. પૂર્વ-મધ્ય ગુજરાતમાં રવિવારે હળવા ઝાપટા પડયા હતા તો સૌરાષ્ટ્રમાં છુટા છવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઈ સવા ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં પણ રવિવારે સાર્વત્રીક વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જેમાં ભ‚ચ જિલ્લાના નેત્રાંગમાં ૫૧ મીમી, વલીયામાં ૨૯ મીમી, અંકલેશ્ર્વરમાં ૨૮ મીમી, વાગરામાં ૧૫ મીમી, હનસોટમાં ૧૯ મીમી, જગડીયામાં ૧૪ મીમી, નર્મદા જિલ્લાના તિલકવાડામાં ૩૦ મીમી, ગરૂડેશ્ર્વરમાં ૨૯ મીમી, ડેડીયાપાડામાં ૨૪ મીમી, સાગબારામાં ૨૩ મીમી, તાપી જિલ્લાના સોનગઢમાં ૪૨ મીમી, ઉછલમાં ૨૭ મીમી, વાલોદમાં ૨૩ મીમી, ડોલવાણમાં ૧૨ મીમી, વ્યારામાં ૧૬ મીમી, સુરત જિલ્લાના ઉમરપાડામાં ૧૦૦ મીમી, માંડવીમાં ૩૦ મીમી, બારડોલીમાં ૨૧ મીમી, કાંમરેજમાં ૧૯ મીમી, માંગરોળમાં ૧૭ મીમી, સુરતમાં ૨૬ મીમી અને માંગરોળમાં ૧૦ મીમી વરસાદ પડયો હતો. ડાંગ જિલ્લાના સુબીરમાં ૯૬ મીમી, ડાંગમાં ૭૯ મીમી, વભઈમાં ૩૧ મીમી, વલસાડના કપરાડામાં ૮૧ મીમી, ધરમપુરમાં ૨૨ મીમી, વાપીમાં ૧૩ મીમી, નવસારીના ખેરગામમાં ૧૭ મીમી, ચિખલીમાં ૧૧ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.