જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા પોલીસની લેવાતી મદદ: એસપી સહિત ૧૭૦ સુરક્ષા જવાનો તહેનાત: મેચ દરમિયાન જામનગર હાઇ-વે બંધ કરાશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે તા.૪ નવેમ્બરના રોજ યોજાનાર ૨૦-ટી મેચ દરમિયાન જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદ દ્વારા પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને મેચ દરમિયાન જામનગર હાઇ-વે પર ટ્રાફિક જામ ન થયા તે માટે હાઇ-વે ડ્રાઇવડ૪ કરવામાં આવ્યો છે.

આજે સાંજ સુધીમાં ભારત અને ન્યુઝીલેન્ડ ટીમનું રાજકોટમાં આગમન થઇ જશે ભારતની ટીમને ફોર્ચ્યુનર હોટલમાં અને ન્યુઝીલેન્ડની ટીમને ઇમ્પીરીયલ હોટલમાં રોકાણ કરનાર છે. બંને હોટલ ખાતે રાજકોટ શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

જ્યારે મેચ દરમિયાન જિલ્લા પોલીસ દ્વારા બંદોબસ્તની સ્કીમને આખરી ઓપ આપવામાં આવ્યો છે. બંદોબસ્તમાં ખુદ જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદના સુપર વિઝન હેઠળ ચાર ડીવાય.એસ.પી., ૧૨ પી.આઇ., ૪૫ પી.એસ.આઇ., ૫૦ મહિલા પોલીસ, ૩૦ ટ્રાફિક પોલીસ મળી ૧૭૦ પોલીસ જવાનોને બંદોબસ્તની જવાબદારી સોપવામાં આવી છે.

મેચ દરમિયાન જામનગર હાઇ-વે પર ટ્રાફિક જામ ન થયા તે માટે અમદાવાદ, ભાવનગર અને રાજકોટ તરફથી જામનગર તરફ જતા મોટા વાહનોને ડ્રાઇવર્ઝન કરી મોરબી રોડ પર થઇ ટંકારા થઇ ધ્રોલ જઇ શકશે જ્યારે જામનગરથી આવતા મોટા વાહનોને પડધરીના મોવૈયા સર્કલથી ડ્રાઇવઝન આપી ટંકારા થઇ રાજકોટ આવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.