મહારાજા એક્સપ્રેસની યાત્રા વિશ્વની સૌથી લક્ઝરી અને મોંઘી માનવામાં આવે છે. તેની ભવ્યતા એવી છે કે ફાઇવ સ્ટાર હોટલ પણ ફિક્કી લાગે. આ ટ્રેનમાં મુસાફરોને રાજા-મહારાજા જેવી સુવિધા મળે છે. મુસાફરો આ ટ્રેનમાં રાજવી પ્રવાસની મજા માણે છે. આ ટ્રેન ઘણી વાર વર્લ્ડ ટ્રાવેલ એવોર્ડ જીતી ચૂકી છે. આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટની કિંમત 18 લાખ રૂપિયા સુધી છે. આજે આપણે આ ટ્રેનની વિશેષતા અંગે જાણકારી મેળવીએ.

મુસાફરોને વૈભવી અહેસાસ કરાવવાની સાથે ભારત દર્શનના ઉદ્દેશ્યથી મહારાજા એક્સપ્રેસ 2010માં શરૂ કરવામાં આવી હતી. આ એક કિલોમીટર લાંબી ટ્રેનમાં કુલ 23 કોચ છે અને આ 23 કોચમાં ફક્ત 88 મુસાફરો જ મુસાફરી કરી શકે છે. મુસાફરોની સંખ્યા એટલી રાખવામાં આવી હતી કે મુસાફરી કરનારા તમામ મુસાફરોને રાજશાહી મોભા માટે સંપૂર્ણ જગ્યા મળી રહે.

WhatsApp Image 2020 08 25 at 4.59.22 PM 2

હાલમાં મહારાજા એક્સપ્રેસ ચાર ટૂર પેકેજ આપી રહી છે, જેમાં 3 પેકેજ 7 દિવસ અને 6 રાત માટે છે અને એક પેકેજ 4 દિવસ / 3 રાત માટે છે. બધા પેકેજોના જુદા જુદા દર હોય છે.

અંદરથી આ ટ્રેન એક શાહી હોટલ જેવો અનુભવ કરાવે છે. આ ટ્રેનમાં ઓનબોર્ડ રેસ્ટોરન્ટ, ડીલક્સ કેબિન, જુનિયર સ્વીટ અને બાર જેવી ઘણી લક્ઝરી સુવિધાઓ આપવામાં આવે છે. મહારાજા એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન મુસાફરો ભારત જોવા માટે આવે છે.

WhatsApp Image 2020 08 25 at 4.59.21 PM

મહારાજા એક્સપ્રેસ ટ્રેનમાં 88 મુસાફરો માટે કુલ 43 ગેસ્ટ કેબિન છે, જેમાં 20 ડીલક્સ કેબિન, 18 જુનિયર સ્વીટ્સ, 4 સ્વીટ્સ અને 1 ગ્રાન્ડ પ્રેસિડેન્શિયલ સ્યુટનો સમાવેશ છે. દરેક કેબીનમાં બે લોકોની મુસાફરીની સુવિધા આપવામાં આવી છે. જો કે, રાષ્ટ્રપતિ સ્યુટ એકમાત્ર કેબિન છે જેમાં 4 લોકો મુસાફરી કરી શકે છે. આ કેબિન સૌથી મોંઘી છે.

WhatsApp Image 2020 08 25 at 4.59.20 PM

મહારાજા એક્સપ્રેસ પાસે 20 ડીલક્સ કેબીન છે જેમાં મુસાફરોને ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધા આપવામાં આવે છે. તેમાં એલસીડી ટીવી, ઇન્ટરનેશનલ ક કોલિંગ સુવિધા, ઇન્ટરનેટ, ઇલેક્ટ્રોનિક લોકર, કબાટ, સાથે એક વિશાળ એર કન્ડિશન્ડ ડબલબેડ રૂમ છે. તેનું મહત્તમ ભાડું 4,83,240 રૂપિયા છે.

મહારાજા એક્સપ્રેસમાં 18 જુનિયર સ્વીટ્સ છે, જેમાં મુસાફરોને ડિલક્સ કેબિન કરતાં મોટી વિંડોઝ અને વધુ જગ્યા મળે છે. આ કેબિનની બહારથી સુંદર અને ભવ્ય દૃશ્ય જોઇ ​​શકાય છે. જુનિયર સ્વીટની કેબીનમાં ડબલ બેડ સુવિધા, આંતરરાષ્ટ્રીય કોલિંગ સુવિધા, એલસીડી ટીવી, આઈસી અને કપડાની સુવિધાઓ છે. તેનું મહત્તમ ભાડું 7,53,820 રૂપિયા છે.

નોંધનીય છે કે, ભારતમાં રેલવે સેવા વિશ્વની સોંથી મોટી રેલવે સેવા પૈકીની એક છે. કરોડો લોકો દરરોજ મુસાફરી કરે છે. સોંથી સસ્તી રેલ સેવા દેશમાં ઉપલબ્ધ છે તેમ મોંઘી સેવા પણ રેલ્વે દ્વારા આપવામાં આવે છે.

WhatsApp Image 2020 08 25 at 4.59.22 PM

મહારાજા એક્સપ્રેસમાં 4 સુટ છે. આ કેબીનમાં મિનિ બાર, બાથટબ, સ્મોક એલાર્મની સુવિધાઓ સાથે અન્ય તમામ સુવિધાઓ છે. સ્યુટનું મહત્તમ ભાડુ 10,51,840 રૂપિયા છે.

મહારાજા એક્સપ્રેસનો રૂટ

આ શાહી ટ્રેન મુસાફરોને દિલ્હી, આગ્રા, બિકાનેર, ફતેહપુર સિકરી, ઓર્ચા, ખજુરાહો, જયપુર, જોધપુર, ઉદયપુર, રણથંભોર, વારાણસી અને મુંબઇની મુસાફરીની સેવા આપે છે. મુસાફરી દરમિયાન મુસાફરોને મુંબઈની તાજમહલ પેલેસ હોટલ, રાજસ્થાનનો સિટી પેલેસ, રામબાગ પેલેસ હોટલ સહિતની અનેક ફાઇવ સ્ટાર હોટલોની સુવિધા આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.