• ગોંડલના સડક પીપળીયા ગામે ઘડપણ લજવતા વૃધ્ધ પર સર્વત્ર ફિટકાર
  • ભક્તિ કરવાની ઉમરે માનસિક વિકૃતિ ધરાવતા ઢળતી ઉંમરના વયોવૃધ્ધની કામલીલાલનો ભાંડો ફુટ્યો

ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામના ઢળતી ઉંમરના વયોવૃધ્ધે ત્રણ વર્ષની માસુમ બાળકીને શારિરીક અડપલા કરી ઘડપણને લજવતી ઘટના પ્રકાશમાં આવતા સભ્ય સમાજનું શરમથી માથું ઝુંકી ગયું છે. શારિરીક અડપલાનો ભોગ બનેલી માસુમ પિડીતાને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સડક પીપળીયા ગામે રહેતી એક આઠ વર્ષની અને એક ત્રણ વર્ષની માસુમ બાળકીને રમવા માટે બોલાવી બિહારના 80 વર્ષના વયોવૃધ્ધ પોતાના ઘરે રમવા માટે બોલાવી ત્રણ વર્ષની બાળકના ગુપ્તાંગમાં અડપલા કરતા આઠ વર્ષની બાળકી જોઇ જતાં આઠ વર્ષની બાળકીએ તુરંત જ ત્રણ વર્ષની બાળકીને વૃધ્ધના સકંજામાંથી બચાવી બાળકીના માતા-પિતાને સોપી વૃધ્ધે કરેલી હરકત અંગેની વિગતથી વાકેફ કર્યા હતા.

ઘરડા ઘડપણે માનસિક વિકૃતિથી પિડીત શખ્સે કરેલા અડપલાના કારણે ઘવાયેલી બાળકીને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. બિહારના વતની અને પોતાની પુત્રી અને જમાઇ સાથે રહેતા વિકૃત વૃધ્ધની કામલીલાનો આઠ વર્ષની બાળકીએ ભાંડો ફોડવાની સાથે ત્રણ વર્ષની બાળકીને હવસનો શિકાર બનતી બચાવી છે. સભ્ય સમાજ માટે શરમજનક ઘટનાની પોલીસમાં જાણ થતા ગોંડલ તાલુકા પોલીસે માનસિક વિકૃતિથી પિડાતા વૃધ્ધને કાયદાની ભાષામાં જરૂરી સમજ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.