- માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોને ટ્રેકસુટ વિતરણ પીજીવીસીએલના નવનિયુકત મેનેજીંગ ડિરેકટર એમ.જે.દવેને અભિવાદન તથા વરિષ્ઠ ઈજનેરોને સત્કાર વિદાય અપાઈ
જીઈબી એન્જિનિયર્સ એસોસિએશન રાજકોટ ટીમ દ્વારા કાલાવડ રોડ ઉપર આવેલ માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો માટે કુલ 52 નંગ ટ્રેકસુટ માપસાઇઝ પ્રમાણે તૈયાર કરાવી વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના કલેકટર પ્રભાવ જોશી, પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર એમ જે દવે, ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ સજજનસિંહ પરમાર, જીયુવીએનએલના જનરલ મેનેજર (કોમર્સ) જે જે ગાંધી, મુખ્ય ઈજનેર લાખાણી, વાળા, ઘેલાણી તથા બહોળી સંખ્યામાં ઇજનેરો ઉપરાંત જીબીઆના બી એમ શાહ, જી એચ એન્જીનિયર વગેરે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.
કાર્યક્રમમાં ‘ જીબીયા ’ દ્વારા થયેલા જુદાજુદા સેવાકાર્યોની વાત કરવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જીબીયા સંગઠનની આ ઉમદા પ્રવૃતિને બિરદાવવામાં આવી હતી.
જીઈબી એન્જીનીઅર્સ એસોસિએશન રાજકોટ ટીમ દ્વારા યોજાયેલ અન્ય એક કાર્યક્રમમાં પીજીવીસીએલના નવનિયુક્ત મેનેજિંગ ડિરેક્ટર એમ જે દવે ને આવકારી સત્કારવામાં આવેલ . જીબીયા સંગઠન દ્વારા કંપનીના હિતમાં તમામ પ્રકારના સાથ સહકારની ખાતરી આપવામાં આવી હતી. વિદાય થયેલ પૂર્વ મેનેજિંગ ડિરેકટર વરુણકુમાર બરનવાલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહી કાર્યક્રમમાં હાજર તમામને સંબોધન કર્યું હતું અને પોતાના કાર્યકાળ દરમિયાન સૌએ ટીમવર્કથી જે કામગીરી કરી હતી તેને યાદ કરી હતી.
જે જે ગાંધી ચીફ ઇજનેરની નિયુક્તિ વડોદરા જીયુવીએનએલ ખાતે જનરલ મેનેજર (કોમર્સ) તરીકે થતાં તેમને પણ જીબીયા દ્વારા સત્કારી અભિનંદન પાઠવવામાં આવેલ. તેમની આ નિયુક્તિ રાજ્ય તથા જીયુવીએનએલને ચોક્કસ લાભકર્તા થશે તેવી શુભેચ્છા વ્યક્ત કરેલ.
પીજીવીસીએલમાં તાજેતરમાં મુખ્ય ઇજનેર તરીકે પ્રમોશન મળતા ડી વી લાખાણી તથા આર જે વાળા તથા ઇન્ચાર્જ મુખ્ય ઇજનેર તરીકે નિયુક્ત થતાં એન સી ઘેલાણી , વિશેષ મુખ્ય ઇજનેર તરીકે પ્રમોશન મળતા આર સી પટેલ તથા પી જે મહેતાનું અભિવાદન કરી સારી કામગીરી માટે શુભેચ્છા આપવામાં આવી હતી.
તાજેતરમાં નિવૃત્ત થયેલ વિશેષ મુખ્ય ઈજનેર એન જી કારીયાને વિદાય સાથે શુભેચ્છા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોર કમિટીમાંથી બી એમ શાહ. જી એચ એન્જીનિયર તથા એમ એમ કડછા સહિતના હોદ્દેદારો તથા રાજકોટ સ્થિત ઇજનેરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમને સફળ બનાવવા કાતરિયા, ભારદ્વાજ, શ્રવાઘમશી , નિમાવત , ડી એન પટેલ સહિતના હોદ્દેદારો – મેમ્બરોએ જહેમત ઊઠાવી હતી .