દીકરી ચરીત માનસ કથા
વકતા અશ્વીનભાઈ જોષીએ દીકરીના જન્મથી લઈ વિદાય સુધીના પ્રેરક પ્રસંગો વર્ણવી શ્રોતાઓને મુગ્ધ કર્યા
વેરાવળમાં ડી.કે.ગ્રુપ દ્વારા સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા ત્રણ દિવસની દીકરી ચરીત માનસ કથા યોજાયેલ હતી જેમાં દીકરીના જન્મથી વિદાય સુધી અદભુત પ્રસંગોમાં વકતા અશ્વીનભાઈ જોષીએ શ્રોતાઓને મુગ્ધ કર્યા હતા.
તેમણે કહ્યું કે પુત્રવધુને દીકરી માનજો આજે વહુ માનનાર પરીવારો પરસાય છે. આજની સંસ્કૃતિ વિસ્તરતી જાય છે તેના કારણે પરીવારો તુટતા જાય છે. દીકરી અને વહુ વચ્ચે કોઈ ભેદ રેખા આંકવામાં આવતી નથી. દરીયામાં ઓટ આવે પણ દીકરીના પ્રેમમાં હંમેશા ભરતી હોય છે.
આ કથામાં દીકરી જન્મ ઉત્સવ વખતે શ્રોતાજનો જુમી ઉઠયા હતા અને તે રીતે દીકરી જન્મનું અદભુત આયોજન કરાયેલ હતું. આ કથામાં સાસુ વહુને સાથે બેસાડેલ અને સમજણ આપેલ છે. તેમજ દીકરીઓને આજના યુગમાં કેમ રહેવું તેનો દાખલો આપેલ હતો. તેમાં દીકરી અણમોલ રત્ન છે તેને સાચવીને રખાય તેમ જણાવેલ હતું.
અંતિમ દિવસે દીકરી વિદાયના પ્રસંગે હજારો શ્રોતાજનોની આંખો ભીની થઈ ગઈ હતી. ત્રણ દિવસ કથામાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પૂર્વમંત્રી, જશાભાઈ બારડ, ચેરમેન બીજ નિગમ રાજશીભાઈ જોટવા, સાગરપુત્ર સમસ્ત ખારવાના પટેલ લખમણભાઈ ભેસલા, વેજાણંદભાઈ વાળા, હીરાભાઈ જોટવા સહિત અનેક લોકો વિશેષ સહયોગ આપ્યો હતો. તેમજ આ કથામાં અનેક રાજકીય, સામાજીક આગેવાનો પદાધિકારીઓ, અધિકારીઓ, પટેલો, પ્રમુખોએ હાજરી આપી હતી.