- ગુજરાત તમામ જીલ્લામાં કમિટી દ્વારા સેવા કાર્ય અને મહાઆરતી અને મહાપ્રસાદ કાર્યક્રમ
- અબતકની શુભેચ્છા મુલાકાતે વણિક સંગઠનના સભ્યોએ આપી વિગત
વણિક સંગઠનની સ્થાપના દિન નિમિતે વણિક સંગઠન દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતના જિલ્લામાં સેવા, સત્કર્મ, સત્કાર્ય સાથે મહાપ્રસાદ, હોસ્પિટલ, વૃઘ્ધાશ્રમ, અનાથ આશ્રમ, ઝુંપડપટ્ટીમાં અન્નદાન અને ફળ વિતરણ તેમજ ગૌશાળામાં સેવાકીય કાર્ય સાથે 8,9,10 જુન તમામ જિલ્લાના ઇન્ચાર્જ સંકલન કમિટી યુવા મહિલા જનરલ કમીટી સંકલન સાથે ઉજવણી કરશે.
અબતકની શુભેચ્છા મુલાકાતે પ્રશાંતભાઇ શાહ જણાવ્યું હતું કે, વણિક સંગઠનની સ્થાપના દિન એટલે 10-6 છ મહિના પૂર્ણ થાય છે. છ મહિના પહેલા જીરાવાલા પાશ્ર્વનાથ જીનાલય એ સ્થાપના કરવામાં આવેલ છે. 151 દિવસમાં 66000 સંગઠનમાં વણિક બંધુ જોડાયા છે.
અબતકની શુભેચ્છા મુલાકાતે પ્રશાંતભાઇ શાહ, દિનેશભાઇ મોદી, જસ્મીનભાઇ દેસાઇ, નવીનભાઇ રાણપરા, રવિભાઇ દોશી, નમૃતાબેન શાહ ઉ5સ્થિત રહ્યા હતા.