ગાંધીધામના મચ્છુનગરમાં શનિવારે સવારે એક યુવાનના ગળે છરી રાખી બે શખ્સોએ રોકડ રકમ તથા મોબાઇલ સહિત ર૧ હજારની લુંટ થઇ હતી. જેની ફરીયાદ રવિવારે સાજે દાખલ થઇ હતી.
આ અંગે ગાંધીધામ બી ડીવીઝન પોલીસે જણાવ્યું હતું કે, મચ્છુનગરમાં શનિવારે સવારે ૧૦.૩૦ વાગ્યે આ લુંટની ઘટના બની હતી. ફરીયાદી સર્વેશકુમાર ચંદ્રકિશોર શાહ (ઉ.વ.૨૮) સાથે લુટ થઇ હતી. લાલ રંગની બાઇક પર ૨૫ થી ૩૦ વર્ષના બે શખ્સો આવ્યા હતા. આરોપીઓએ ફરીયાદના ગળા પર છરી રાખી મૃત્યુની કોશીશ કરી હતી. ફરીયાદી પાસે રહેતા રોકડા રૂ ૧૬ હજાર તથા રૂ પાંચ હજારના મોબાઇલ ફોન સહીત ર૧ હજારની લુંટ કરી હતી. આ અંગે ફરીયાદ દાખલ થયા હતા.