- વિશ્ર્વ હાથ સ્વચ્છતા દિવસ
આજે વિશ્ર્વમાં એન્ટિ બાયોટિક્સ સામે પ્રતિરોધક સહિત હેલ્થ કેર – સંબધિત ચેપનું પ્રમાણ વધી રહ્યું છે: ચેપ નિવારણ અને નિયંત્રણના પગલામાં હાથની સ્વચ્છતા જરૂરી
હાથના માત્ર એક સેમી ભાગમાં જ 1500થી વધુ બેક્ટેરીયા હોય છે: દરરોજ હાથ ધોવાથી દર વર્ષે 10 લાખ લોકોના મૃત્યુ અટકાવી શકાય: યોગ્ય રીતે હાથ ધોવામાં 40 થી 60 સેક્ધડનો સમય લાગે છે: આ વર્ષની થીમ-જીવન બચાવો: તમારા હાથ સાફ રાખો
શરીરની જેટલી સફાઇ રાખી એ તેટલો ચેપ કે રોગ થવાની શક્યતા ઘટી જાય છે. આજના વિજ્ઞાન યુગ કે 21મી સદીમાં પણ ઘણા લોકોને હાથની સફાઇ પ્રોપર આવડતી નથી. આંખ, કાન, નાક, મોં જેવા મહત્વના અંગોની સાથે હાથની સફાઇ પણ ખૂબ જ જરૂરી છે. આજે ‘વિશ્ર્વ હેન્ડ વોશ ડે’ની ઉજવણી થઇ રહી છે, ત્યારે આપણને ઘણા ચેપ અસ્વચ્છ હાથને કારણે જ લાગે છે. હાથના માત્ર 1 સેમી ભાગમાં જ 1500થી વધુ બેક્ટેરીયા હોય છે. આપણે હાથની સ્વચ્છતા બાબતે સાર-સંભાળ લેવી જ પડે કારણ કે તેનાથી ઘણા ચેપ અટકાવી શકાય છે. દરરોજ હાથ ધોવાથી દર વર્ષે 10 લાખ લોકોના મૃત્યુ અટકાવી શકાય છે. વ્યવસ્થિત રીતે હાથ ધોવામાં 40 થી 60 સેક્ધડ જ લાગે છે.
કોરોના કાળ દરમ્યાન આપણને ચેપ ન લાગે એટલા માટે કેવી હાથની સફાઇ કરતા જ હતા, ઘણા તો ડરના માર્યા પણ 8 થી 10 વખત હાથ સાફ કરતાં હતા. આપણે સવારે-બપોરેને સાંજે જમતા પહેલા આપણા હાથ સાફ સાબુથી કે એન્ટિસેટટીક લીક્વીડથી કરવા અતી જરૂરી. આ વર્ષની ઉજવણી થીમમાં ‘જીવન બચાવો: તમારા હાથ સાફ રાખો’માં તેના વિશેષ મહત્વની વાત સાથે જોડીને તેને જીવન રક્ષક ગણી છે. હાથ માત્ર ધોવા કે સાફ કરવાથી ડાયરિયનના દર ત્રણ પૈકી એક બચાવી શકીએ છીએ. આજની વૈશ્ર્વિક ઉજવણીમાં વિશ્ર્વ આરોગ્ય સંસ્થા, યુનીસેફ સહીતની તબીબી અવેરનેશની સંસ્થા જોડાય છે. યુરોપ જેવા વિકસીત દેશોમાં પણ દર વર્ષે 40 લાખથી વધુ લોકો હાથની અસ્વચ્છતાને કારણે એક ચેપ મેળવે છે.
2008માં 70થી વધુ દેશોમાં બાર કરોડથી વધુ બાળકોએ સાબુથી હાથ ધોયા હતા, ત્યારથી દર વર્ષે આજના દિવસે ગ્લોબલ હેન્ડવોશીંગ ડે ઉજવાય છે. આ વર્ષની થીમમાં પણ ‘શા માટે સ્વચ્છ હાથ હજુ પણ મહત્વપૂર્ણ છે’ની વાત કરી છે અને એ સંદર્ભે જ વૈશ્ર્વિક સ્તરે આજે કાર્યક્રમો થયા હતા. 1844માં એક ડોક્ટરે સુવાવડી સ્ત્રીઓમાં તાવનો ચેપ પ્રસરવાનું કારણ શોધીને જણાવેલ કે માત્ર હાથ ધોવાથી આ ચેપ આપણે અટકાવી શકીએ છીએ. તેમના આ સંશોધનને કારણે મૃત્યુદર 18 ટકામાંથી એક ટકો થઇ ગયો હતો. પ્રારંભે તેના હેન્ડવોશની વાતને બધાએ તૂત ગણાવીને નકાર્યું હતું, પણ બાદમાં વિશ્ર્વનાં મેડીકલ જગતે સ્વીકાર્યું અને તેને ‘માતાઓના તારણહાર’નું બિરૂદ આપ્યું હતું. તે યુરોપ દેશનો ડોક્ટર ઇન્ગાઝ ફિલિપ હતો. 2018માં હંગેરી દેશમાં તેમના નામની યુનિવર્સિટીની સ્થાપના કરાય અને દ્વિશતાબ્દીની યાદમાં ટપાલ ટીકીટ પણ બહાર પાડી હતી. કોરોનાના પેનડેમિક સમયમાં પ્રીવેન્ટિવ મેડીસીનના પિતામહ એવા હિરોને સમગ્ર દુનિયાએ યાદ કર્યા હતા.
આજના દિવસની ઉજવણી હાથોની ગંદકીને કારણે થતી ઘણી બિમારીઓ વિશે જાગૃત્તિ પ્રસરાવવાનો હેતું છે. હાથની અસ્વચ્છતાને કારણે ડાયેરીયા, આંખ અને ત્વચા સંબંધી ઘણી બીમારીઓ થાય છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આપણાં હાથમાં ઘણી ગંદકી આવી જતી હોય છે, અને તેની આપણને ખબર પણ નથી હોતી, પરિણામે આપણે ઘણા ચેપ કે રોગના ભોગ બનીએ છીએ. આપણી રૂટીંગ દિનચર્યામાં વસ્તુને સ્પર્શ કરવાથી ઘણા બેક્ટેરીયા-જીવાણું આપણા હાથ પર આવી જાય છે, જે આપણને નહીં આંખે દેખાતા પણ નથી. આવા ગંદકી વાળા હાથે આપણે ભોજન લઇએ તો એ બેક્ટેરીયા આપણાં શરીરમાં જતા આપણને ચેપ-રોગ કે ઇન્ફેક્શન લાગે છે, માટે જમતા પહેલા હાથની સફાઇ અવશ્ય કરવી જોઇએ. આપણા પરિવારના દરેક સદસ્યો અને ખાસ બાળકોને હેન્ડવોશનું મહત્વ સમજાવીને તેને રોગમુક્ત કરી શકાય છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ પણ કોરોના નિયંત્રણ માટે હાથની સફાઇને તેની અગ્રિમ ગાઇડલાઇનમાં વાત કરી હતી. કોરોના કાળથી હાથ મીલાવવાની પ્રથાબંધ થઇને નમસ્તેનો યુગ શરૂ થયો હતો. આપણાં ભારત દેશમાં પ્રાચિન કાળથી હાથ મિલાવવાની પ્રથા ચાલુ છે. ઇતિહાસ જોઇએ તો ઇ.સ.પૂર્વે 700ની સાલમાં અને બેબીલોન કાળમાં પણ હાથ મિલાવવાથી રોગ ફેલાતો હોવાની માન્યતા હતી. ભોજન કરતાં પહેલા અને વોશરૂમના ઉપયોગ બાદ હાથ ધોવાની ટેવ તમને મોતના મુખમાંથી બચાવી શકે છે.
આજનો દિવસ વર્લ્ડ હેન્ડ હાઇજીન ડે તરીકે પણ જાણીતો થયો છે. દરેક મા-બાપે પોતાના સંતાનોને ભોજન કરતાં પહેલા હાથ બરાબર ધોવા જોઇએની સલાહ આપવી જ જોઇએ. આપણે પણ દોડધામ વાળી જીંદગીમાં હેન્ડવોશ કરતાં નથી, તો સ્ત્રીઓ આ બાબતે વધુ બેદરકાર જોવા મળે છે. આપણે આજે તો કોમ્પ્યૂટર પર વર્ક કરીને તરત જ નાસ્તો કરવા લાગીએ છીએ, જે ખૂબ જ ખતરનાક છે.
વિશ્ર્વમાં દર વર્ષે સાત લાખ લોકો હાથ નહીં ધોવાને કારણે જીવ ગુમાવે છે
હાથ ન સાફ કરવાની કિંમત ઘણી મોટી ચુકવવી પડતી હોય છે, તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયામાં દર વર્ષે સાત લાખથી વધુ મોત માત્ર હાથ ન ધોવાને કારણે થાય છે. વિશ્ર્વમાં દર વર્ષે 14 લાખથી વધુ લોકો ખરાબ સેનેટાઇઝેશન, પાણીજન્ય બીમારીને કારણે મૃત્યુ પામે છે. માણસના હાથમાં ત્રણ હજાર અને આપણાં મોબાઇલ ફોનમાં 30 હજાર બેક્ટેરીયા હોય છે. જે ચેપી રોગ ફેલાવે છે. વૈશ્ર્વિક સ્તરે અને ખાસ કરીને અવિકસીત-ગરીબ દેશોમાં આ સમસ્યાને કારણે મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે. માત્ર હાથની સફાઇ માત્ર ન રાખવાથી પાંચ વર્ષથી નીચેના એક હજાર બાળકોના મોત દરરોજ વિવિધ ચેપ લાગવાથી થઇ રહ્યા છે.