મક્કમ ગતિએ આગળ વધતા ભારતના અર્થતંત્ર વિશે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જીએવાએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
ભારતનું અર્થતંત્ર મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. ત્યારે ભારતના અર્થતંત્ર વિશે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જીએવાએ મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું છે વર્ષ 2023માં એકલા ભારતનો વૈશ્વિક અર્થતંત્રમાં 15 ટકા હિસ્સો હશે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે વિશ્વનો ત્રીજો ભાગ જ્યારે મંદીના વમળમાં આવવાનો છે. ત્યારે ભારત તેમાં અપવાદ રહેવાનો છે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જીએવાએ જણાવ્યું હતું કે 2023માં વૈશ્વિક વૃદ્ધિમાં એકલા ભારતનો ફાળો 15 ટકા રહેશે. તેમણે કહ્યું, ‘ભારતનું પ્રદર્શન ખૂબ જ પ્રભાવશાળી રહ્યું છે. આ વર્ષ માટે, અમે આશા રાખીએ છીએ કે ભારત માર્ચમાં પૂરા થતા નાણાકીય વર્ષમાં 6.8 ટકાનો ઉચ્ચ વૃદ્ધિ દર હાંસલ કરશે. મુખ્ય અર્થતંત્રોમાં આ સૌથી ઝડપી વૃદ્ધિ દર છે. તેમણે કહ્યું કે ભારત એવા સમયે એક આકર્ષક સ્થળ છે જ્યારે આઈએમએફ 2023ને મુશ્કેલ વર્ષ તરીકે જુએ છે.
આ વર્ષે વૈશ્વિક વિકાસ દર ગયા વર્ષના 3.4 ટકાથી વધીને 2.9 ટકા થઈ શકે છે. તેણે કહ્યું, ‘ભારત શા માટે ચમકતો તારો છે? આ એટલા માટે છે કારણ કે આ દેશે ડિજિટાઇઝેશનની દિશામાં ખરેખર સારું કામ કર્યું છે. ભારત રોગચાળાની અસરને પહોંચી વળવામાં અને વિકાસ અને રોજગાર સર્જનના મુખ્ય ડ્રાઇવર તરીકે તેનો ઉપયોગ કરવામાં પહેલેથી જ સારી રીતે આગળ વધી રહ્યું છે.
ભારતની વસુધૈવ કુટુંબકમની નીતિ ખૂબ પ્રભાવશાળી
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટીના જ્યોર્જિવાએ કહ્યું છે કે જી-20 માટે ભારત દ્વારા જાહેર કરાયેલ ‘વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’નું સૂત્ર ખૂબ જ ઉત્કર્ષક અને એકરૂપ છે. આ સૌથી ઉત્કૃષ્ટ અને આકર્ષક સૂત્ર છે જેના વિશે હું વિચારી શકું છું. જ્યોર્જીવાએ બેંગલુરુમાં જી-20 નાણાકીય ટ્રેક બેઠકમાં ભાગ લેવા ભારતની મુલાકાત પહેલા મીડિયા સાથે વાત કરી રહી હતી તેમાં આ નિવેદન આપ્યું હતું.
2070 પૂર્વે જ ભારત કાર્બન ઝીરોનું લક્ષ્ય હાંસલ કરી લેશે તેવી આશા
આઈએમએફના એમડીએ પણ ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈમાં ભારતના યોગદાન પર મહત્વપૂર્ણ વાત કહી હતી. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જીએવાએ જણાવ્યું હતું કે ભારતે 2070 સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનવાનું વચન આપ્યું છે, પરંતુ તે આ મહત્વાકાંક્ષી લક્ષ્યાંક અગાઉ હાંસલ કરી શકશે. જ્યોર્જિવાએ કહ્યું કે ભારત જેવો મોટો દેશ જળવાયુ પરિવર્તન સામેની લડાઈમાં અગ્રણી ભૂમિકા ભજવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વૈશ્વિક મંદીની સંભાવનાથી ભારતીય શેરબજાર હાલક ડોલક : 4 દિવસમાં રોકાણકારોમાં રૂ.6.97 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં હાલ વૈશ્વિક મંદીની સંભાવનાની સતત અસર દેખાઈ રહી છે. જેને પરિણામે સેન્સેક્સ હાલક ડૉલક થઈ રહ્યું છે. છેલ્લા ચાર દિવસમાં માર્કેટમાં જે કડાકો આવ્યો તેમાં રોકાણકારોના રૂ. 6.97 લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે. બીએસઇ સેન્સેક્સ હવે 3-સપ્તાહના નીચા સ્તરે છે, જે 60,000-માર્કથી નીચે આવી ગયો છે. જ્યારે, વ્યાપક એનએસઇ નિફ્ટી 4 મહિનાની નીચી સપાટીએ છે.
બુધવારે, બીએસઇ સેન્સેક્સ 927.74 પોઈન્ટ અથવા 1.53% ગગડીને 59,744.98 પર સેટલ થઈ ગયો હતો, જે 1 ફેબ્રુઆરી પછીનું સૌથી નીચું બંધ સ્તર છે. એ જ રીતે, એનએસઇ નિફ્ટી 272.5% અથવા 3.40% ઘટીને 59,744.98 પર સ્થિર થયો હતો. 17,554.30 ની ચાર મહિનાની નીચી સપાટીએ સમાપ્ત થાય છે અને તેના 47 ઘટકો લાલ રંગમાં સમાપ્ત થાય છે.
બીએસઇ પર 266 જેટલા શેરો તેમના 52 સપ્તાહના નીચા સ્તરે પહોંચ્યા હતા. બજારનું કુલ મૂલ્યાંકન હવે રૂ. 2.61 લાખ કરોડ છે જે 16 ફેબ્રુઆરીના રોજ રૂ. 2.68 લાખ કરોડ હતું.ગઈકાલની બજારની મંદીના કારણે રોકાણકારોની રૂ. 3.87 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ થયું છે.