આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ મહિલાઓને સંપૂર્ણ સ્વતંત્રતા ન મળી હોવાનો યુવાઓનો સુર
ભારત દેશને સ્વતંત્રતા ૧૯૪૭ની સાલમાં ૧૫મી ઓગષ્ટના રોજ પ્રાપ્ત ઈ હતી. આજે નેશનલ ફ્રીડમ ડે છે તેને લઈને ‘અબતક’ની ટીમ દ્વારા રાજકોટની વીરબાઈ મહિલા કોલેજની વિર્દ્યાીઓને ખરેખર તેઓ સ્વતંત્રતા કોને માને છે અને સ્વતંત્રતા કેવી હોવી જોઈએ તેના વિશેની વાતચિતમાં બી.એસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અમૃતિયા નેન્સીએ જણાવ્યું હતું કે ફ્રીડમ એટલે કે લાઈફ સ્ટાઈલ અને મળતી સ્વતંત્રતા વચ્ચેની પાતળી ભેદરેખા જેને તમે સારી રીતે નિભાવી શકતાં હોય. આ તકે દેવાંગીએ જણાવ્યું હતું કે સ્ટડી તેમજ કરિઅર બનાવવા માટે મને જે જોઈએ તે વસ્તુ હું કરી શકું તેને હું ફ્રીડમ ગણું છું.
આ ઉપરાંત બી.એસસીના પ્રમ વર્ષમાં અભ્યાસ કરતી દિક્ષિતા દૂધાતરાએ જણાવ્યું હતું કે, આપણને જે ફ્રીડમ મળે છે તેનો આપણે સદ્ઉપયોગ કરવો જોઈએ ન કે ગેરઉપયોગ.
આ તકે એમવીએમ હોમ સાયન્સ કોલેજના પ્રોફેસર ડો.વીના સામાણીએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે એક પાતળી ભેદરેખા છે. સ્વતંત્રતા ચોક્કસ લો પણ એ સ્વતંત્રતા એવી હોવી જોઈએ જેમાં સ્વયંભુ શિસ્ત હોય અને એ સ્વયંભૂ સો રાખી આપણે આપણા કુટુંબને સો રાખી સ્વતંત્રતા અનુભવીએ.
આ ઉપરાંત રાજકોટની જ આત્મીય કોલેજના એમબીએ ડિપાર્ટમેન્યના વિર્દ્યાીઓ સોની વાતચીતમાં એમબીએના સ્ટુડન્ટ સાત્વીકે જણાવ્યું હતું કે આપણા દેશની ફ્રિડમની વાત કરીએ તો હજુ આપણો દેશ આઝાદ યો ન કહેવાય કારણ કે હજુ આપણા દેશમાં ગરીબી અને બેરોજગારીનું પ્રમાણ ખૂબ છે.
આ તકે યશ સોમૈયાએ જણાવ્યું હતું કે, મારા પ્રમાણે શિક્ષણની ફ્રીડમ ખૂબ જ જરૂરી છે. અત્યારે જયારે મહિલાઓ બીજા બધા દેશમાં આગળ છે તો ભારત શું કામ પાછળ રહી જાય છે. જો ખરેખર સ્વતંત્રતા અનુભવવી હોય તો મહિલાઓને સ્વતંત્ર કરવી અત્યંત જરૂરી છે. આ તકે જયદિપ સોરઠિયાએ જણાવ્યું હતું કે, મારા મતે બધાને સરખી ફ્રીડમ મળવી જોઈએ. એ પછી છોકરાઓ હોય કે છોકરીઓ. શુભમ ભંડારીએ આ તકે જણાવ્યું હતું કે, છોકરાઓ અને છોકરીઓ બંનેને એક જેવું સન ની મળતું જયારે આજની તારીખમાં છોકરીઓનો આગળ આવવાનો એટલો જ હક છે. જેટલો છોકરાઓને છે. છોકરીએ જેવા કપડા પહેરવા હોય તેવા પહેરી શકે છે.
માનસિકતા છોકરાઓએ બદલવાની જરૂર છે. ત્યારે અવની ધાનકે જણાવ્યું હતું કે, હકીકતમાં છોકરીઓને ફ્રીડમ ની મળતી. હાલમાં છોકરીઓ એનામનગમતા કપડા ની પહેરી શકતી કે રાતે મોડું બહાર ની નીકળી શકતી કેમ કે એની સલામતી ની. ઘણા એવા જુનાં રિવાજો છે કે જેને બદલવા જોઈએ. આ તકે રશ્મિ શુકલાએ જણાવ્યું હતું કે, મારા મતે ફ્રિડમ એટલે મહિલાઓમાં રહેલી ખુબીઓને બહાર લાવવાની તક મળે જયારે ભૂમિ પટેલે કહ્યું હતું કે, છોકરીઓની અંદર ઘણું આવેલું હોય છે પણ લોકો તેને બહાર ની લાવવા દેતાં અને તેમનો વિકાસ ની તો. આ તકે વિદ્યા ઉદાનીએ જણાવ્યું હતું કે, ભારત એક યુવા દેશ છે અને ભારતના વિકાસ માટે બધાને સ્વતંત્રતા આપવી જરૂરી છે. આ તકે એમબીએ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ઈશિતા મહેતાએ જણાવ્યું હતું કે, બધાને પોતાની લાગણીઓ વ્યકત કરવાનો હક છે અને આજે બીજા બધા દેશ કરતાં ભારતમાં ક્યાંક મહિલાઓની સ્વતંત્રતા અને સલામતી જેવી જોઈએ એટલી મળતી ની. મહિલાઓને પણ પોતાની લાગણીઓ તેમજ સપનાઓને પુરા કરવાની તક મળવી જોઈએ.