ચાર દિવસ પહેલા કારમાંથી રૂ.8 લાખના દાગીનાની ચોરી કર્યાની આપી કબૂલાત

ચાર દિવસ પહેલા રેસકોર્સ પાર્ક પાસે પાર્ક કરેલી કારના કાચ તોડી ગઠિયાઓએ  કારની અંદર રાખેલા  રૂ.8.20 લાખની કિંમતના ઘરેણાં તફડાવી ગયા હતા. જે બનાવની પોલીસફમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી લાખોના ઘરેણાં તફડાવનાર શખ્સોને સકંજામાં લીધા હતા.સકંજામાં આવેલા શખ્સોની પૂછપરછમાં તેમને તે જ રાતે રેસકોર્સની અંદર પાર્ક કરેલા ટુ વ્હિલરની ડેકી તોડી રૂ.2 લાખ તફડાવ્યાની કબૂલાત આપી હતી. જે કબૂલાતના આધારે મૂળ જામકંડોરણા પંથકના અને રાજકોટના મવડી મેઇન રોડ પર નોર્થ શક્તિ સોસાયટી-3માં રહેતા વિમલ જયેશભાઇ સાવલિયા નામના કારખાનેદારની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.

કારખાનેદારે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગોંડલ ચોકડી પાસે વરુણ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં કારખાનું ચલાવે છે. દરમિયાન ધંધાના કામે પૈસાની જરૂરિયાત હોય મામા પંકજભાઇ નસીત પાસેથી રૂ.2 લાખ લીધા હતા. જે રકમ મામા પોતાને કારખાને પહોંચાડી દેતા બે લાખની રોકડ પોતાના ટુ વ્હિલરની ડેકીમાં મૂકી હતી.થોડા સમય પહેલાં જ પોતાની સગાઇ રાજકોટમાં થઇ હોય ફ્રેશ થઇને વાગ્દત્તાને સાથે લઇ હોટેલમાં જમવા ગયા હતા.

હોટેલમાં જમીને બંને નવ વાગ્યાના અરસામાં રેસકોર્સ ફરવા ટુ વ્હિલર પર પહોંચ્યા હતા અને એક્ટિવા બહુમાળી ભવન સામે રેસકોર્સની અંદર પાર્ક કર્યું હતું. ત્યાર બાદ બંને અગિયાર વાગ્યે ફરીને પરત એક્ટિવા પાસે આવ્યા હતા અને પાણી પીવા માટે ડેકીમાં રાખેલી પાણીની બોટલ કાઢવા ડેકી ખોલતા તે ખુલ્લી જોવા મળી હતી અને અંદર પ્લાસ્ટિકની થેલીમાં રાખેલા રોકડા રૂ.2 લાખ જોવા મળ્યા ન હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.