મોકડ્રીલમાં નેવી, કોસ્ટગાર્ડ અને પોલીસ સતર્કતાની પરિક્ષામાં પાસ થયા

અધિક પોલીસ મહાનિર્દેશક ઇન્ટે. ગુ.રા.ગાંધીનગરનાઓ દ્વારા તા.15-16/11/2022 ના ગુજરાત રાજયમાં દરીયાઇ સુરક્ષા સબબ સી-વિજીલ-2022 મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ. આ મોકડ્રીલ દરમ્યાન કોસ્ટલ સિકયુરીટી વ્યવસ્થાને હાઇએલર્ટ પર રાખવામાં આવેલ અને આ કોસ્ટલ કવાયતમાં પોલીસ ઉપરાંત ઇન્ડીયન નેવી,કસ્ટમ, કોસ્ટગાર્ડ, જી.એમ. બી., ફીશરીઝ વિગેરે એજન્સીઓ ભાગ લે છે. આ કવાયતમાં રેડફોર્સની ફરજમાં રહેલ અધિ./કર્મચારીઓ દ્વારા ગુજરાતના દરીયા કિનારાના કોઇ પણ સ્થળે દરીયાઇ બોટ કે અન્ય વાહન દ્વારા આવી અગત્યના સરકારી સંસ્થાનો કે ધાર્મિક સ્થળો કે અધૌગીક એકમો પર એટેક કરવાનો પ્રયાસ કરતા હોય છે.

આ સી-વિજીલ-2022 કવાયત દરમ્યાન ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ  જાડેજા નાં માર્ગદશન મુજબ સમગ્ર જીલ્લામાં કોસ્ટલ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ અને એલ.સી.બી./એસ.ઓ.જી. ની ટીમો દ્વારા દરીયા કિનારે 24 કલાક સઘન પેટ્રોલીંગ અને વોચ રાખવામાં આવેલ.આ સી-વિજીલ કવાયત સબબ એસ.ઓ.જી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.બી.જાડેજા,સોમનાથ મરીન પો.સ્ટે.ના પો.ઇન્સ.  કે.ડી.કરમટા  ,વેરાવળ   પો.ઇન્સ. એસ.એમ.ઈશરાણી તથા પોલીસ સ્ટાફ દ્વારા સંયુકતમાં સરકારી ઇન્ટર સેપ્ટર બોટ દ્વારા દરીયાઇ પેટ્રોલીંગ દરમ્યાન રાત્રીના સમયે એક શંકાસ્પદ બોટનો પીછો કરી પકડી પાડી ચેક કરતા અને તેમા રહેલ શંકાસ્પદ માણસોની પુછપરછ કરતા ઇન્ડીયન નેવી તથા કોસ્ટગાર્ડના રેડફોર્સના માણસો હોય અને તેઓ વેરાવળ બંદર જેટી પર એટેક કરવાના પ્લાન સાથે આવેલ હોય જે પોલીસની સતર્કતા અને સતત એલર્ટ હોવાના લીધે વેરાવળ બંદર જેટી પરનો હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવી ગીરસોમનાથ પોલીસ દ્વારા સરાહનિય કામગીરી  કરી હતી તપાસના અંતે   સમગ્ર ઘટના મોકડ્રીલ હોવાનું જાહેર થતા  નેવી, કોસ્ટગાર્ડ અને  પોલીસ રાહત અનુભવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.