ભૂકંપની તિવ્રતા ૭.૩ ની મપાય: ૫૦૦ થી વધુ લોકો કાટમાળ નીચે દબાયા હોવાની શંકા: મૃત્યુઆંક વધે તેવી દહેશત
આજે સવારે ઇરાક-ઇરાનની બોર્ડર પર ૭.૩ તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ ભૂકંપમાં ૧૫૦ થી વધુ લોકોના મોત નિપજયા હોવાની શંકા છે.
૫૦૦ થી વધુ લોકો કાટમાળ હેઠળ દબાયેલા હોય મૃત્યુ આંક વધવાની દહેશત છે.
ઇરાક અને ઇરાનની સરહદ પર આજે ૭.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો આ ભૂકંપમાં ૧૫૦ વધુ વ્યકિતના મોત નિપજયા હતા અને ૫૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપમાં અનેક મકાનો ધરાશાયી થઇ ગયા છે. મકાનમાં કાટમાળની નીચે ૫૦૦ થી વધુ લોકો દટાયા છે. હજી મૃત્યુઆંક વધે તેવી દહેશત જણાય રહી છે. ભૂકંપ બાદ તંત્ર તાત્કાલીક હરકતમાં આવી ગયુ છે. અને રાહત તથા બચાવની કામગીરી વધુ તેજ બનાવી દેવામાં આવી છે. ઘાયલોને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવાની કામગીરી યુઘ્ધના ધોરણે ચાલી રહી છે.
મોટી સંખ્યામાં લોકો કાટમાળની નીચે દબાવેલા હોવાના કારણે મૃત્યુઆંક વધે તેવી શકયતા રહેલી છે.