અમૃતસરનું સુવર્ણ મંદિર ખાલી સિખ લોકો માટે પવિત્ર ધામ નથી. પરંતુ ભારતના સૌથી પ્રસિધ્ધ મંદિરો માનું એક મંદિર છે.જ્યાં લાખો ની સંખ્યામાં ભક્તો આવે છે. આ મંદિર ની ઉત્કૃષ્ટતા જ જોવા જેવી છે .
સુવર્ણ મંદિરની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.
શરૂઆત કોણે કરી હતી ? : શીખ લોકો નું આસ્થાનું આ પ્રતીક સુવર્ણ મંદિર ની સ્થાપના સૂફી સંત સાઈ હજરત મિયાં મિર દ્રારા કરવામાં આવી હતી. સુવર્ણ મંદિરના નિર્માણ માટે જમીન મુસ્લિમ શસક અકબરે આપી હતી.
આ માટે કહેવામા આવે છે સુવર્ણ મંદિર : આ મંદિર ને સુવર્ણ મંદિર એટલા માટે કેવામાં આવે છે કે મંદિરની બહારની પરત સોનાથી મઢવામાં આવી છે.જે મંદિર બન્યા પછી કેટલા વર્ષો પછી મહારાજા રંજિત સિંહે બનાવ્યું હતું. આ પહેલા આ મંદિર ને દરબાર સાહેબ કાતો હરમંદિર સાહેબ ના નામથી ઓળખવામાં આવતું હતું.
મંદિરના સરોવર સાથે જોડાયેલી કેટલીક વાતો : મંદિરમાં સ્થિત સરોવર પણ સુવર્ણ મંદિરની શોભામાં વધારો કરે છે.કહેવામાં આવે છે આ સરોવારમાં ઔષધીય ગુણો છે. જે પણ ભક્તો દરબાર સાહેબના દર્શન કરવા આવે છે તે આ સ્સરોવર માં હાથ પગ ધોઈને દરબારની અદર પ્રવેસે છે આ પણ માનવમાં આવે છે કે સરોવર માઠી નિકળતો રસ્તો એ શીખવાડે છે કે મૃત્યુ પછી પણ એક યાત્રા છે.સરોવરમાં રહેલી માછલીઓ પણ સરોવરની શોભામાં વધારો કરે છે. દરેક ધર્મના લોકોને આ મંદિરમાં આવવાની છુટ આપેલી છે. ચારેય દીશામાં બનેલ આ મંદિર ના ચારેય દરવાજા આ વાતનો ઇસારો કરે છે. આ મંદિરના દરેક ધર્મ, જાતિ,જગ્યાએથી લોકો આવી શકે છે.
આ જગ્યાએ છે સૌથી મોટું પ્રસાદી ઘર : રોજ દુનિયાનું સૌથી મોટું પ્રસાદી ઘરનું આયોજન આ મંદિર માં થાય છે.જયા લખો લોકો પ્રસાદ લે છે. કહેવામા આવે છે કે મુગલ બાદશાહ અકબારે પણ આમ લોકોની જેમ જ બેસીને ગુરુનો પ્રસાદ લોધો હતો.
આ રીતે લોકો અહિયાં સેવા આપે છે :આમિર થી આમિર અને ગરીબ થી ગરીબ લોકો પોતાની ઇચ્છા અને શક્તિ થી સેવા આપી શકે છે .પગરખાં એકત્રિત થી લઈને લોકો થાળી સાફ કરવા લાગીની સેવા આપી શકે છે.
મંદિરના શીલાલેખમાં અંકિત છે આ વાતો
મંદિરમાં અંકિત કરેલ શીલાલેખમાં આ મંદિર ક્યારે કયારે નાસ કરેલ છે અને કયારે કયારે બનાવવામાં આવેલ છે. તેની માહિતી અંકિત કરેલ છે.