તમે લોકોને અલગ-અલગ ભગવાનની પૂજા કરતા જોયા હશે પરંતુ શું તમે ક્યારેય કોઈ મોટરસાઈકલની પૂજા કરતા જોઈ છે અને તેના નામ પર કોઈ મંદિર બનાવ્યું છે? આ રોયલ એનફિલ્ડ બુલેટ 350ની વાર્તા છે. અમે ઓમ બન્ના ધામ અથવા બુલેટ બાબા મંદિર વિશે વાત કરી રહ્યા છીએ જે NH-62 જોધપુર-પાલી એક્સપ્રેસવે પર સ્થિત છે, જોધપુરથી લગભગ 50 કિમી દૂર અને પાલીથી 20 કિમી દૂર આ મંદિર આવેલું છે.

ત્યાંના સ્થાનિક લોકોએ જણાવ્યું કે ૨૩ ડિસેમ્બર ૧૯૮૮માં અહિંયા ઓમ સિંહ રાઠોર નામના ૨૩ વર્ષીય યુવાનનું એક્સિડેન્ટ થયું હતું અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. તે આ જ રોયલ એનફિલ્ડ ૩૫૦ ની બાઇક પર સવાર હતો અને ઝાડ સાથે અથડાવાને કારણે તેની ઘટનસ્થળે મૃત્યુ થઇ ગયુ તેમજ આ બાઇકને પોલીસ સ્ટેશન લઇ ગયા. સ્થાનિક પોલીસે બાઇકને તેમની કસ્ટડીમાં લીધી હતી પરંતુ બીજા જ દિવસે, બાઇક રહસ્યમય રીતે પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થઈ ગઈ હતી આ બાઇક બીજા દિવસે અકસ્માત સ્થળેથી મળી આવી હતી.

Screenshot 8 2

શરૂઆતમાં, પોલીસને લાગ્યું કે આ કોઈ અસામાજિક તત્વનું કૃત્ય છે અને તેથી, તેઓ બાઇકને ફરીથી તેમના પોલીસ સ્ટેશન લઈ ગયા અને આ વખતે, સાંકળોથી બંધ હતી અને બાઇકમાંથી પેટ્રોલ ખાલી કરવા આવ્યું હતું. બીજા દિવસે ફરી વખત આ બાઇક એક્સીડેન્ટની જગ્યા પર જોવા મળી હતી.

ધીમે ધીમે લોકોએ માની લીધુ કે આ બાઇકમાં કોઇ દિવ્ય શક્તિ છે અને તેની પૂજા કરવા લાગ્યા અને ત્યાં જ એક મંદિર બનાવવામાં આવ્યું જેને લોકોએ બુલેટ બાબાનું મંદિર અથવા તો ઓમ બન્નાનું મંદિર કહેવામાં આવે છે.
રાજસ્થાનના રાપર જિલ્લામાં જાઘપુર પાલી હાઇવેની પાસે પાલી જિલ્લામાં આવેલા આ મંદિરની ત્યાંથી પસાર થતા લોકો દર્શન કરે છે અને જે ઝાડની સાથે બાઇકનો એક્સિડન્ટ થયો હતો તેની પણ લોકો પૂજા કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.