દુનિયામાં અનેક પ્રકારના મંદિર જોયા હશે. પરંતુ ક્યારેય આવા મંદિર વિશે સાંભળ્યું પણ નહિં હોય. જ્યાં એક સાથે ૨૦,૦૦૦ ઉંદરોની સંખ્યાઓથી ખીચમ-ખીચ ભરાયેલું રહે છે. રાજસ્થાનમાં કર્ણીમાતાનું મંદિર આવેલું છે. જેને સફેદ ઉંદરોનું મંદિર કહેવામાં આવે છે. આ મંદિરમાં હજારોની સંખ્યામાં ઉંદરો ફરતા હોય છે.
– એવી માન્યતા છે કે આ ઉંદરો ભક્તોનું રક્ષણ કરે છે. આરતીના સમયમાં તો આખા મંદિરમાં ઉંદરોની ધમાચકડી બોલાતી રહે છે. મંદિરનું આંગણ આખું ઉંદરોથી ભરેલું હોય છે. લોકોને પગ ઉપાડીને ચાલવાને બદલે જમીન પર પગ ઘસડીને ચાલવું પડે એવી પરિસ્થિતિ ઉભી થાય છે. જો ક્યારેક ભુલથી કોઇ ઉંદરનું મૃત્યુ થાય તો ચાંદીનો ઉંદર ચઢાવવો પડે છે.
– ચીલ તથા બીજા જાનવરોથી ઉંદરોને બચાવવા માટે મંદિરમાં જારી મુકવામાં આી છે. આટલી સંખ્યામાં ઉંદરો હોવા છતા પણ ત્યાં ભક્તોને ક્યારેય કોઇપણ પ્રકારની હાની થઇ નથી. ત્યાંના લોકોની આ ઉંદરો પ્રત્યે ખૂબ આસ્થા રહેલી છે.