કોરોનાના કપરા કાળમાં સિવિલ હોસ્પિટલના તબીબોની અને સ્ટાફની કામગીરી દીપી ઉઠી હતી તે રીતે જ મ્યુકરમાઇકોસિસની સારવારમાં પણ નંબર વન રહ્યું છે. મ્યુકરનાં 666 દર્દીઓની સારવાર માટે 50 થી વધુ સુપર સ્પેશ્યાલીસ્ટ તબીબોની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં દરરોજના 18 થી 20 જેટલા સફળ ઓપરેશન કરવામાં આવી રહ્યાં છે. કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર માટે 800 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી હાલ કોરોના સં5ૂર્ણ રીતે કાબૂમાં હોવાથી જેમાં 180 જેટલા જ દર્દીઓ કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ છે જેના કારણે ખાલી રહેલા બેડનો ઉપયોગ મ્યુકરના દર્દીઓ માટે કરવામાં આવી રહ્યો છે. જરૂર પડે વધુ બેડોની વ્યવસ્થા કરવામાં આવશે.
રાજકોટ શહેરમાં કોરોના કેસ તો ઘટવા લાગ્યા છે, પણ હવે મ્યુકોરમાઇકોસિસની મહામારી શરૂ થઇ છે. મ્યુકોરમાઇકોસિસના શહેરમાં 600થી વધુ કેસો નોંધાયા છે. કોરોનામાંથી સાજા થયા બાદ મ્યુકોરમાઈકોસિસ થાય છે, એ પણ મોટી ઉંમરના દર્દીઓને ભરડામાં લે છે,રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા 453 અને સમરસમાં 213 દર્દી મળી રાજકોટમાં ટોટલ 666 દાખલ છે અને સર્જરી સતત ચાલી રહી છે. જેમાં 15 સર્જન 12 કલાક સુધી સતત ઓપરેશન થિએટરમાં 18 સર્જરી કરવામાં આવે છે.
ટૂંકાગાળામાં 310 ઓપરેશન થઈ ચૂક્યા છે.સિવિલમાં માત્ર એમ્ફોટેરેસિન બી ઈંજેક્શન જ આવતા હતા જે કિડની નબળી હોય તેવા દર્દીને આપી શકાય નહીં. હવે લાઈપોસોમાલ પણ ચાલુ થઇ ગયા છે જેથી હવે ઈંજેક્શનની પણ સમસ્યા સર્જાઈ તે શક્યતા છે નહિ શહેરમાં જેમ જેમ કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને રિક્વરીરેટમાં વધારો થઇ રહીયો છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 70 ટકા જેટલા કોરોનાના માટેના બેડો ખાલી થયા છે જયારે એપ્રિલ – મેં નો સમય હતો ત્યારે કોરોનાની બીજી ઘાતક લહેરે રાજ્ય પર કહેર વરસાવ્યો હતો અને ત્યારે સારવારના બેડ માટે લોકોંને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો ને ઓક્સિજનની ભારે અછત સર્જાઈ હતી પણ હવે કોરોનાના કાબુમાં આવી ગયો છે પણ મ્યુકોરમાઇકોસિસના કેસો વધી રહ્યા છે પણ તેની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પૂરતી સગવડ અને તકેદારીને ધ્યાનમાં લઇ ડોક્ટરોની પૂરતી ટિમ અને દવાઓ અને ઇન્જેકસનની અછત સર્જાઈ નહિ તે માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.અને તેની સાથેજ રાજકોટ સિવિલ હોસ્પિટલને મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે નંબર વન ગણી સકાય છે વધુ માં વધુ બેડોની ઉપલબ્ધી રાખવામાં આવી છે અને વધુમાં વધુ દરરોજ સર્જરી કરવામાં આવી રહી છે.
રાજકોટ શહેરમાં કોરોના કેસ તો ઘટવા લાગ્યા છે, પણ હવે મ્યુકોરમાઇકોસિસની મહામારી શરૂ થઇ છે. મ્યુકોરમાઇકોસિસના શહેરમાં 680થી વધુ કેસો નોંધાયા છે. કોરોનામાંથી સાજા થયા બાદ મ્યુકોરમાઈકોસિસ થાય છે, એ પણ મોટી ઉંમરના દર્દીઓને ભરડામાં લે છે, પરંતુ રાજકોટ જિલ્લામાં 12-12 વર્ષની બે બાળકીઓના પરિવારમાં કોઈને કોરોના નહિ છતાં બે બાળકીને મ્યુકોરમાઇકોસિસ થયો હતો. રોગ વધુ ફેલાય તે પહેલા જ રાજકોટની સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા તેમની સફળ સર્જરી કરીને નાક માંથી ફૂગ કાઢવામાં આવી હતી. રાજ્યમાં અત્યારસુધીના નોંધાયેલા દર્દીઓમાં આ બન્ને સૌથી નાની વયની દર્દી છે.
મ્યુકરનાં દરરોજ 18 થી વધુ દર્દીઓના સફળ ઓપરેશન :તબીબ અધિક્ષક
તબીબ અધિક્ષક ડો.આર.એસ. ત્રિવેદીએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યા અનુસાર હાલ સિવિલમાં મ્યુકરમાઇકોસિસની સારવાર માટે 50 ડોક્ટરોની ટીમ સજ્જ છે અને એક સાથે 5 ઓપરેશન થિયેટરમાં સર્જરી થાય છે અને રોજનાં 18 થી 20 ઓપરેશન કરવામાં આવી રહ્યાં છે અને સારવાર માટે દવા અને ઇન્જેક્શનનાં પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો છે અને જેમ સ્ટોકનો ઉપયોગ થતો જાય છે તેમ-તેમ રોજબરોજ ગાંધીનગરથી મોકલવામાં આવે છે અને સાથે જે બે ડેન્ટલ સર્જન અને એક ઇન્ફેક્શિયન ડિસિઝનાં નિષ્ણાંત રાખવામાં આવ્યા છે.
રાજકોટ સિવિલમાં દરરોજના 12 જેવા મ્યુકરમાઇકોસિસનાં કેસો સામે આવી રહ્યાં છે અને કેસોના આંકડાઓ દરરોજ સવારે જાહેર કરવામાં આવે છે અને તેની પૂરતી અને સાચી વિગત હું તપાસીને જાહેર કરૂ છું અને નવા દર્દીઓ માટે દાખલ થવા માટે હજુ વેઇટીંગની સમસ્યા સામે આવી નથી. ટૂંકાગાળામાં ટોટલ 310 જેવા ઓપરેશન થઇ ચુક્યા છે.