બાળકની હાલત ખૂબજ ગંભીર: તબીબો હોસ્પિટલથી અળગા રહી ખુલાશો કરવા ઈનકાર કરી રહ્યા છે.
ધ્રાગધ્રા શહેરના ગાયનેક તબીબ ડો. પ્રજ્ઞેશ ખેડાવાલા દ્વારા બેદરકારી અને માનવતાની તમામ હદ વટાવતો ખુબજ હીન પ્રયાસ કયાઁનો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમા આ તબીબ સામે આક્રોશ ઉદભવ થયો છે ત્યારે ઉલ્લેખનીય છે કે ધ્રાગધ્રા શહેરના ગાયનેક ડો.ખેડાવાલા દ્વારા ગત દિવસ દરમિયાન ધ્રાગધ્રા તાલુકાના રામગઢ ગામે મજુરી કામ કરતા રાકેશભાઇ રાઠવાની સગભાઁ પત્નિને પ્રસૃતિની પીડા થતા તેઓને ધ્રાગધ્રાના.
ડો.ખેડાવાલાની હોસ્પીટલમા સારવાર માટે લઇ જતા બાદમા આ મહિલાને ત્યા બાળકનો જન્મ થયો હતો પરંતુ અહિના ડો.ખેડાવાલા દ્વારા જીવીત જન્મેલા બાળકને મૃત જાહેર કરી બાદમા બાળકને પોતાના કબ્જામા રાખેલ હતો પરંતુ સદનશીબે તબીબ દ્વારા પોતાના કબ્જામા રાખેલ બાળકની જાણ જાગૃત નાગરીકને થતા ડોક્ટરની તમામ કરતુત ખુલ્લી પડી હતી. જ્યારે આ બાબતની જાણ પોલીસને થતા પોલીસે તપાસ કરી માત્ર જવાબ લખી સમગ્ર પ્રકરણ દબાવવાની કોશીસ કરી હતી.
જ્યારે આ બાબતે સમગ્ર પ્રકરણ અહેવાલોમા પ્રસીધ્ધ થતા જીલ્લા સીડીએચઓ પી.કે. પરમાર દ્વારા સમગ્ર મામલે જુદા-જુદા ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવી આ બાબતની તટસ્થ તપાસ થશે તેવુ જણાવ્યુ હતુ જ્યારે ધ્રાગધ્રા સીટી પોલીસના ઇનચાજઁ પીઆઇ વસુનિયા દ્વારા જણાવાયુ હતુ કે હજુ સુધી આ બાબતે નવજાતશીશુના પરીવારે કોઇજાતની ફરીયાદ નથી લખાવી જેથી પોલીસ કોઇપણ કાયઁવાહી કરી નથી શકાતી.
જોકે હાલ આ નવજાતશીશુ પણ ખુબજ ગંભીર પરીસ્થિતીમા હોય તેવી માહિતી પણ મળી હતી જેથી બાળકના પરીવાર નવજાતશીશુને સારવાર માટે સુરેન્દ્રનગર ટી.બી હોસ્પીટલમા છે જ્યારે બાળક તંદુરસ્ત થયા બાદ જ તેઓના પરીવાર વધુ કાયઁવાહી કરે તેવી શક્યતા દેખાઇ રહી છે. તેવામા છેલ્લા બે દિવસથી આ ઘટના ચકચારી બનતાની સાથે જ તબીબ પોતાની હોસ્પીટલથી અળગા રહી કોઇપણ જાતનો ખુલાશો કરવા ઇન્કાર કરી રહ્યા છે.