ધ્રોલ ખાતે સેવાભાવિઓ દ્વારા ચલાવાતા સારવાર કેન્દ્રની પ્રસંશનીય કામગીરી

જામનગર જીલ્લામાં પશુઓમાં જોવા મળતો લમ્પી રોગચાળાનો વાયરસ વકરતા અસંખ્ય પશુઓના મોતથી હાહા2કાર મચી જવા પામ્યો છે અને પશુપાલન વિભાગના ડોકટરોની અછત વચ્ચે હાલમાં જીવદયા પ્રેમીઓ ધ્વારા લમ્પી રોગગ્રસ્ત પશુઓને સારવાર આપવા માટે ખાનગી રાહે કેમ્પો ખોલીને જીવદયા પ્રેમીઓ પશુઓની સારવાર કરીને જીવ બચાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહયો છે.

જામનગર જીલ્લા સહીત ધ્રોલ શહેર અને તાલુકામાં લમ્પી રોગચાળો ફાટી નીકળતા અંસખ્ય પશુઓના મોત નિપજતા તાકીદે દિલ્હીના આઈ.વી.આર.આઈ. ઈન્ડીયન વેન્ટેનરી રીસર્ચ ઈન્સ્ટન્સ્ટટ (ઈજતપુર)ના પ્રિન્સીપલ સાયન્ટીસ ડો. નંદની અને સીનીયર સાયન્ટીસ ડો. કે. મહેન્દ્રન ધ્રોલ ખાતે દોડી આવીને જુની તાલુકા શાળા ખાતે જીવદયા પ્રેમીઓ ઘ્વારા શરુ કરવામાં આવેલ.

લમ્પી રોગગ્રસ્ત પશુઓની સારવાર કેન્દ્રની મુલાકાત લઈને રોગગ્રસ્ત પશુઓના સેમ્પલ તેમજ વેકશસીન આપવામાં આવી હતી અને જીવવટભરી રીતે નિરક્ષણ કરીને આ જીવદયા પ્રેમીઓને સાવધાનીપુર્વક આ લમ્પીરોગ ગ્રસ્ત પુશઓની સારવાર કરવા માટે સુચના આપવામાં આવી હતી.

દરમ્યાન ગાંધીનગર એનીમલ વેકસીન ઈન્સ્ટ્રુટના આસીસ્ટન ડાયરેકટર ડો. નિનેન પટેલએ જણાવ્યુ હતુ કે, સરકાર ધ્વારા તાકીદે આ રોગ કાબુમાં લેવા માટે પશુપાલન વિભાગની હેલ્પલાઈન ની ટીમો, કરુણા એનીમલની ટીમ સહીત પશુપાલન ડોકટરોની વિભાગને દોડાવામાં આવી રહી છે .

પશુ ડોકટરોની અછત વચ્ચે આ રોગને પહોંચી વડળવા માટે નવા પશુ નિમણુંક માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેમજ લમ્પી રોગચાળાના પહોંચી વળવા માટે સારવાર તેમજ પુરતા પ્રમાણમાં વેકસીનેશન ડોઝની કામગીરી કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો હતોઆમ જામનગર જીલ્લામાં લમ્પી રોગચાળો ફાળી નીકળતા હિલ્દીથી સાયન્ટીસોની ટીમો દોડાવવામાં આવી રહી હોવા ઉપરાંત સફાળુ જાગેલ પશુપાલન વિભાગ પણ હરકતમાં આવીને ઓછા સ્ટાફ વચ્ચે પણ પશુઓને વેકસીનેશન આપવા માં આવી રહયા હોવાનો દાવો કરવામાં આવી રહયો છે.

  • અમોએ સાત દિવસથી સેવા ચાલુ કરી છે : છેલ્લા બે
  • દિવસથી સરકાર તરફથી મદદ મળી છે: ભાવીન અનડકટ

 

ધ્રોલ ખાતે જીવદયા પ્રેમીઓ ઘ્વારા ચલાવવામાં આવતા લમ્પી પશુ સારવાર કેન્દ્રમાં સેવા આપતા જાણીતા વકીલ ભાવીનભાઈ અનડકટ ધ્વારા જણાવાયુ હતુ કે, છેલ્લા પાંચથી સાત દિવસથી સ્વયભુ માનવ બળથી અમોએ આ પશુ સારવાર કેન્દ્ર ચાલુ કર્યુ છે પહેલા અમોને અહીના પશુપાલન કે સરકાર તરફથી કોઈ મદદ મળતી ન હતી પરંતુ છેલ્લા બે દિવસથી પશુડોડકંરો આવે છે અને સારવાર માટે દવા આપે છે નહીતર અમો અહીના મેડીકલ સંચાલક કેતનભાઈ અમોને મદદરુપ થઈને પશુઓની દવાઓ આપતા હતા તેવુ જણાવ્યુ હતુ.

IMG 20220726 WA0028

  • લમ્પી સહીતના રોગચાળાથી ધ્રોલમાં ઘણા પશુઓના મોત

ધ્રોલ નગરપાલીકાના આરોગ્ય સમિતિના ચરેમેન પતિ સંજયસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, ગત માસમાં લમ્પી સહીતના રોગચાળાથી 45 પશુઓના મોત નિપજયા હતા અને આ માસમાં એટલે કે, જુલાઈમાં અત્યાર સુધીમાં અંદાજીત 80 પશુઓના મોત નિપજયા હોવાનું પાલીકાના ચોપડે નોંધાયેલ હોવાનો ધટસ્ફોટ કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.