અબતક મીડિયા દ્વારા કરાયું વિશેષ કવરેજ રાજ્યોના નામાંકિત ટેક્સ પ્રેક્ટિશનરો રહ્યા ઉપસ્થિત
આવકવેરા વિભાગમાં કરવામાં આવેલી નવી જોગવાઈ 148(અ)ના અનેક કેસો દેશની હાઇકોર્ટમાં પેન્ડિંગ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ દ્વારા સતત આવકવેરા વિભાગમાં બદલાવ કરવામાં આવતા હોય છે ત્યારે ફરી એક વખત 148 અ નામની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ કલમની અમલવારી કેવી રીતે કરી શકાય તેને લઈ ઉદ્યોગકારોની સાથે પ્રેક્ટીસ માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. બીજી તરફ આ નવી જોગવાઈ ને લઇને દેશભરની દરેક હાઇકોર્ટમાં લાખો કે પડતર પડેલાં છે ત્યારે આનો ઝડપભેર નિવારણ લાવવા માટે ટેસ્ટ પ્રેક્ટીસ કરો ને જાગૃત કરવા ખૂબ જ જરૂરી છે.
તરફ આવકવેરા વિભાગમાં જે બદલાવ જોવા મળી રહ્યા છે તેને પહોંચી વળવા માટે ઓપન હાઉસ ની સાથોસાથ વિવિધ આઉટરીચ પ્રોગ્રામ પણ યોજવામાં આવે છે. તો સામે એક પ્રેક્ટિસ કરતાં ચાર્ટડ અકાઉન્ટન્ટતો દ્વારા પણ વિવિધ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવતું હોય છે. આ મુદ્દાને ધ્યાને લઇ સુરત ખાતે સમગ્ર રાજ્યભરની ટેક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોથી પણ અત્યંત નામાંકિત પ્રેક્ટિશનરો ઉપસ્થિત રહ્યા હતા અને મુંઝવતા પ્રશ્નોને નિવારવા માટે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી.
ટેક્સ કોન્ફરન્સ દરેક ટેક્સ પ્રેક્ટિશનરો માટે ખૂબ ઉપયોગી નિવડશે : પ્રમોદ જગતાપ
કોન્ફરન્સના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા અમદાવાદ ઝોન ઈનકમટેક્સ અપીલેટ ટ્રીબ્યુનલના વાઇસ પ્રેસિડેન્ટ પ્રમોદ જગતાપએ અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સુરત બ્રાન્ચ અમદાવાદ ઝોન હેઠળ આવે છે ત્યારે સુરત ખાતે જે એક દિવસ ય કોન્ફરન્સનું આયોજન થયું છે તે પ્રેક્ટિશનરો માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયી નીવડશે. જે રીતે આવકવેરા વિભાગના નિયમો માં સતત ફેરફાર આવી રહ્યા છે ત્યારે આ પ્રકારની કોન્ફરન્સ પ્રેક્ટિશનરો માટે ઉપયોગી નીવડે છે અને તેઓ આ કોન્ફરન્સ મારફતે અનેક નવી વિગતો પણ મેળવી શકે છે. તે સુરત ખાતે આયોજિત આ કોન્ફરન્સમાં જે મુદ્દે ચર્ચા કરવામાં આવી છે તે કરદાતાઓની સાથે ટેક્સ પ્રેક્ટિશનરો માટે પણ ખૂબ જ ઉપયોગી નીવડશે અને આવનારા સમયમાં તેનો લાભ પણ ખૂબ સારી રીતે મળતો રહેશે.
સુરતમાં બેન્ચ સેટ અપ થતાં 2500થી વધુ ઇન્કમટેક્સની અપીલને ડિપોઝ કરવામાં આવી છે : પાવનસિંહ
સુરત બ્રાન્ચ ના જ્યુડિશિયલ મેમ્બર ઓફ ઇનકમટેક્સ અપીલના પવનસિંહે અબતક સાથે વાતચીત કરતા કહ્યું હતું કે સુરતમાં 2017 થી બેન્ચ ને ઉભી કરવામાં આવી છે ત્યારે ઇન્કમટેક્સ ને લગતા જે અપીલ હતી તે પૈકી 2500 થી વધુ અપીલને ડિપોઝ કરવામાં આવેલી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સતત નવી અપીલ આવવા છતાં પણ ટેક પ્રેક્ટિશનર અને આવકવેરા વિભાગ દ્વારા પડતર અપીલો ને ઝડપભેર નિવારવા માટે કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે કોરોના ના કપરા સમયમાં પણ બેંક દ્વારા વર્ચ્યુઅલ અને જરૂરિયાત મુજબ ફિઝિકલ મોડ માં કામગીરી શરુ રાખી હતી. સમયમાં સમગ્ર રાજ્યમાં સુરત બ્રાન્ચ નું મહત્વ ખૂબ જ વર્ષે તેનું મુખ્ય કારણ એ છે કે અહીં જોડાયેલા સભ્યો તથા નવા નવા નિયમોથી ભગત થતાં હોય છે અને આ અંગે તેઓ વિસ્તૃત ચર્ચા પણ કરતા હોય છે.
કોરોના બાદ સર્વ પ્રથમ વખત ફિઝિકલ મોડમાં કોન્ફરન્સ યોજાઈ જેનો લાભ દરેક સભ્યોને મળ્યો છે : સી.એ. મિતિષ મોદી
સી.એ મિતિષ મોદીએ અબતક સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, કોરોના ની કપરી પરિસ્થિતિમાં ફિઝિકલ મોડ માં કોન્ફરન્સનું આયોજન થઈ શક્યું ન હતું ત્યારે હવે સ્થિતિ સુધરતાં સુરત ગાંધી ના સભ્યો ની લાગણી હતી કે એક ફિઝિકલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે જેમાં સમગ્ર ભારત બાકી નામાંકિત ટેક્સ પ્રેક્ટિશનરો ને બોલાવવામાં આવે જેથી ઇન્કમટેક્સ ને લગતી જે વિટંબણાઓ છે તેને ખૂબ સરળતાથી દૂર કરી શકાય. કોઈ જણાવ્યું હતું કે હાલ આવકવેરા વિભાગમાં નવી જોગવાઈ 148અ આવી છે જેને લઇ દાતાઓની સાથે ટેસ્ટ પ્રેક્ટીસ કરો ને ઘણી તકલીફ નો સામનો કરવો પડે છે ત્યારે આ મૂંઝવણ અને આ નવી જોગવાઈ અને કેવી રીતે સરળ બનાવી શકાય તે દિશામાં કાર્ય હાથ ધરવામાં આવશે અને તે અંગે સભ્યોને પૂર્ણ માહિતી પણ આપવામાં આવશે. વધુમાં તેઓએ વિગત આપતા જણાવ્યું હતું કે ગુજરાત બહારના આશરે 100થી વધુ લોકો આ કોન્ફરન્સમાં સહભાગી થયા હતા અને કુલ આંકડો 300થી વધ્યો છે જે સૂચવે છે કે ટેક્સ પ્રેક્ટિશનરો ને આવકવેરા વિભાગમાં જે નવા બદલાવો આવી રહ્યા છે તેને ધ્યાને લઇ તેને સરળ કેવી રીતે બનાવી શકાય તે માટે તેઓ આ કોન્ફરન્સમાં સહભાગી બન્યા હતા.