-
અંધ સર્વોદય મંડળ સંચાલિત અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર વેરાવળ દ્રારા ઓપન ગુજરાત સ્વાદ મહોત્સવ યોજાયો
-
બારથી વધુ સ્ટોલ પર વિવિધ પ્રકારની વાનગીઓ બનાવાઇ
-
વર્ષો જૂની સંસ્થા દ્રારા પ્રજ્ઞાચક્ષુઓને વિનામુલ્ય રાખવામા આવે છે.
ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળના ચોપાટી ખાતે અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર વેરાવળના ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ બહેનોના કૌશલ્યને ઉજાગર કરવા ઓપન ગુજરાત સ્વાદ મહોત્સવ 2024 નુ ભવ્ય આયોજન કરવામા આવેલ હતુ. જેમા ગુજરાતભરમાથી પ્રજ્ઞાચક્ષુ બહેનો એ હાજરી આપી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામા આવી હતી .
અંધ વ્યકિતો શુ શુ કરી શકે તે જનજાગૃતિ લાવવા માટે આ પ્રથમ વખત આવો કાયઁક્રમ કરવામા આવેલ છે . 72 વર્ષ જુની આ સંસ્થામા અંધ અપંગ લોકોને વિનામુલ્ય રાખવામા આવે છે તેમજ ભાઇઓ તથા બહેનોને રહેવા જમવા , શિક્ષણ, કોમ્પ્યુટર તેમજ વ્યવસાયીક પ્રવૃત્તિઓ પણ વિનામુલ્ય ચલાવવામા આવે છે .
આ કાયઁક્રમમા ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, ચીફ ઓફિસર ડુંડીયા,પાલીકા પ્રમુખ પલ્લવીબહેન જાની , લોહાણાસમાજ પ્રમુખ વિક્રમભાઈ તન્ના, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર સહીત સામાજીક તેમજ રાજકીય અગ્રણીઓ ની બહોળી ઉપસ્થિત જોવા મળી હતી .
અતુલ કોટેચા