વર્ષ 2024માં હવા પ્રદુષણ 20 થી 30 ટકા ઘટશે:95 શહેરોમાં પ્રદુષણ ઘટ્યું
સરકાર અર્થવ્યવસ્થા ની ચા તો સાત પ્રદુષણને પણ ઘટાડવા માટે તખતો તૈયાર કર્યો છે સરકારે વિકાસવાદની સાથે હવા પ્રદુષણમાં ઘટાડો થાય તે માટે લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે જેના ભાગરૂપે વર્ષ 2026 સુધીમાં ભારત દેશમાં હવા પ્રદૂષણ 40% ઘટે તે માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આવા પ્રદૂષણના કારણે અનેકવિધ તકલીફો લોકોએ વેઠવી પડે છે ત્યારે હવે જે રીતે સરકાર દ્વારા નિયમો નક્કી કરાયા છે અને તે અંગે જ્યારે અમલવારી શરૂ થઈ ગઈ છે પરિણામે 95 જેટલા શહેરોમાં હવા પ્રદુષણનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. હવા પ્રદુષણમાં ઘટાડવા આવતાની સાથે જ એક આશા ઊભી થઈ છે કે હજુ પણ વધુ ગંભીરતાથી આ મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો હજુ પણ પ્રદૂષણનું પ્રમાણ 10% સુધી ઘટી શકે છે જેના ભાગરૂપે કેન્દ્ર સરકારે વર્ષ 2026 સુધીમાં 40% જેટલો ઘટાડો કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.
બીજી તરફ સરકારે મુંબઈ, કલકત્તા, લખનઉ, કાનપુર ઇતના શહેરોમાં હવા પ્રદુષણ ઘટાડવા માટે જે તે રાજ્યોને પોતાના એક્શન પ્લાન્ટ રજૂ કરવા અંગે પણ જાહેર કર્યું છે. ગત સપ્તાહે ગુજરાત ખાતે જે પર્યાવરણ અંગે જે બેઠક યોજવામાં આવી હતી તેમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવેલી છે કે દરેક રાજ્યએ પોતાનો પ્રદૂષણ ઘટાડવા માટેનો માસ્ટર પ્લાન બનાવો જોઈએ જેથી સમગ્ર ભારતમાં હવા પ્રદુષણ નું પ્રમાણ નીચું આવે. અમે વારાણસીમાં હવા પ્રદુષણ ઘટાડવા માટેનું જે મોડ્યુલ અપનાવવામાં આવેલું છે તેનાથી 53 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારે આ વાતને ગંભીરતાથી ધ્યાને લઈ સરકાર દરેક રાજ્યમાં હવા પ્રદુષણ ઘટાડવા માટે કાર્ય હાથ ધરશે. ગીચ શહેર જેવા કે નવી દિલ્હીમાં પણ હવા પ્રદુષણ વર્ષ 2021-22 માં ઘણા ખરા અંશે ઘટયું છે. પર્યાવરણ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ આવનારા સમયમાં પણ જે લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવેલો છે તેમાં પણ ફેર બદલ થશે કારણ કે જે રીતે શહેરોમાં ઘટાડો જોવા મળતો હોય ત્યારે હવા પ્રદૂષણમાં વધુને વધુ ઘટાડવા આવે તે માટે તમામ પગલાંઓ લેવાશે.
એનસીએપી હેઠળ કુલ 131 શહેરો નોંધાય છે કે જેઓ પોતાના શહેરોમાં હવા પ્રદુષણ ઘટાડવા માટે મહેનત કરી રહ્યા છે. ત્યારે કેવડીયા ખાતે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં જે શહેરો દ્વારા હવા પ્રદુષણ ઘટાડવા માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હોય તેઓને રેન્ક પણ આપવામાં આવશે .