ટેન્કરે ટ્રાવેરાકાર- મોટરસાયકલનેઠોકરે ચડા વતા છ થી વધુ ઘવાયા
સેલવાસ નજીક કેમિકલ ભરેલું ટેન્કર અકસ્માતે ડિવાઇડર સાથે અથડાય પડતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. સેલવાસ ભીલાડ રોડ ઉપર નરોલી ગામ પાસે ધાપસા બોર્ડ નજીક વળાંકમાં સેલવાસ તરફથી આવી રહેલ કેમિકલ ભરેલ ટેન્કર ના ડ્રાઈવરથી ટર્ન ન કપાતા ટેન્કર ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી ગયું હતું.
કેમિકલ ભરેલું ટેન્કર રસ્તા પર જ ઊંધું પડી ગયું હતું અને સામેથી આવતી ટાવેરા કાર અને એક બાઈકને પણ હડફેટમાં લીધા હતા આ અકસ્માતમાં ટાવેરામાં બેઠેલા અને બાઇક સવાર મળી કુલ છ થી વધુ લોકોને સામાન્ય થી ગંભીર ઈજા થઈ હતી, અકસ્માત સર્જાતા ઘટનાએ સ્થળે સ્થાનિક લોકો દોરી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ બોલાવી ગંભીર રીતે ઘવાયેલાઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ એસડીપીઓ મનસ્વી જૈન ,જિલ્લા પંચાયત સીઈઓ અપૂર્વભાઈ શર્મા ,ખાનવેલ આરડીસી સહિતના અધિકારીઓ ઘટનાએ સ્થળે દોડી ગયા હતા કેમિકલ ભરેલું ટેન્કરનો અકસ્માત સર્જાતા કોઈને કેમિકલની અસર ન થાય તેના માટે ફાયર ની ટીમ દ્વારા જે કેમિકલ ઢોળાયું હતું તેને ફોર્મ મારીને રસ્તો સાફ કરવાની કામગીરી તાબડતોબ કરી હતી સદનસીબે આ મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.