- રાજકોટ અમદાવાદ હાઇવે પર ટેન્કરમાં બ્લાસ્ટ
- બગોદરા નજીક બેકાબુ ટ્રકે ટેન્કરને ટક્કર મારતા મોટો વિસ્ફોટ, બેના મોતની આશંકા
- આઇસર રોંગ સાઇડ ઘસી આવતાં થયો અકસ્માત
- એક આઇસર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો
- ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા એકઠા થયા
Ahmedabad: બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર રોહીકા ચોકડી નજીક ગંભીર અકસ્માતમાં થયો છે. અકસ્માત એટલો ભંયકર હતો કે, ચાર વાહનો ભડકે સળગ્યાં હતા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મસમોટી આગને બુઝાવવા માટે ધોળકા, બાવળા, સાણંદ સહિતની ફાયર ફાયટરની ટીમે ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી.
અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર રોહીકા ચોકડી નજીક ટેન્કરમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં પ્રાથમિક માહિતી અનુસાર બે લોકોના મો*તની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન કાપડના રોલ ભરેલી આઇસર ટ્રક રોંગ સાઇડમાં ધસી આવી હતી.
View this post on Instagram
આઈસર ટ્રકે અન્ય વાહનોને ટક્કર મારી
આ આઈસર ટ્રકે અન્ય વાહનોને ટક્કર મારી હતી. તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાઈ હતી. તે દરમ્યાન ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થયા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેની સાથે ત્રણ વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા.
મહામહેનતે પાણીનો મારો ચલાવી 3 કલાકે આગ પર મેળવાયો કાબુ
નોંધયની છે કે, અહીં અકસ્માતને પગલે ચાર વહાનોમાં ભયંકરા આગ લાગી હતી. જેથી ધોળકા, બાવળા અને સાણંદ ફાયરબિગ્રેડ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. મહામહેનતે પાણીનો મારો ચલાવી 3 કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.નોંધનીય છે કે, બે જેસીબી અને એક હિટાચીની મદદ આગમાં બળેલ વાહનોને રોડ પરથી હટાવાયા હતા.જેથી રસ્તાને ફરી વાહન વ્યવહાર માટે શરૂ કરી શકાય.
ઘટનામાં ત્રણ આઇસર ગાડી બળીને ખાખ થયા
અકસ્માતને પગલે રોડની બને સાઈડ બંધ કરવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે, ઘટનામાં ત્રણ આઇસર ગાડી બળીને ખાખ થયા છે. આ સાથે એક આઇસર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માત એટલો વિકરાળ હતો કે, ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. અમદાવાદ જિલ્લા ટ્રાફિક,બગોદરા કોઠ પોલીસ ઘટના પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.