વિધાનસભાનું સત્ર ગજવશે
ભારતભરમાં ગુજરાત ઇતિહાસ રચવા જઇ રહ્યો છે.દેશનું ભાવિ ભવિષ્ય ઉજવળ કરનારા વિદ્યાર્થીઓ ભારત દેશની વિધાનસભા એક દિવસ માટે ચલાવશે.જેમાં મુખ્યમંત્રી,વડાપ્રધાન,ધારાસભ્યોઅધ્યક્ષ, વિપક્ષ નેતા વગેરે પદ પર ગુજરાત રાજ્યમાંથી 182 વિદ્યાર્થીઓ બિરાજશે.182 વિદ્યાર્થીઓ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ હશે.
182 વિદ્યાર્થીઓમાંથી જ એક વિદ્યાર્થી મુખ્યમંત્રી બનશે, એક વિદ્યાર્થી વિપક્ષ નેતા બનશે, જ્યારે એક વિદ્યાર્થીને અધ્યક્ષ બનાવાશે અને બાકીના 179 વિદ્યાર્થી ધારાસભ્ય તરીકેની ભૂમિકા અદા કરશે.રાજકોટના 37 વિદ્યાર્થીઓ વિધાનસભામાં જશે.
સામાન્ય વિધાનસભા સત્ર યોજાતું હોય છે અને એ દરમિયાન પ્રશ્નોત્તરી કાળ હોય છે એ જ રીતે વિદ્યાર્થીઓ માટે આયોજિત વિધાનસભા સત્રમાં પણ પ્રશ્નોત્તરી કાળ યોજાશે, જેમાં ધારાસભ્ય તરીકે બેઠેલા વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછશે.આ ધારાસભ્યોમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની એમ.પી.દોશી વિદ્યાલયની વિદ્યાર્થિની હેન્સી ગીરીશભાઈ ગાંધીની પણ ધારાસભ્ય તરીકે પસંદગી થતાં તે પણ વિધાનસભા સત્રમાં આવતીકાલે ભાગ લેશે.