રાજકોટમાંથયેલા અગ્નિકાંડની જ્વાળાઓ હજુ શમી નથી. જેમણે સ્વજનો ગુમાવ્યા છે, તે પરિવારો સાથે સમગ્ર રાજ્ય માસૂમોના મરણથી વ્યથિત છે. દરેક માતા-પિતાને લગભગ એકવાર તો વિચાર આવતો હશે જ કે આવા કોઈ ગેમઝોનમાં મારું બાળક હોય ને આગ લાગે તો માત્ર ગેમ જોને જ નહીં અન્ય જાહેર સ્થળો અને કચેરીઓથી લઈને બજારોમાં ફાયર સેફટી ની વ્યવસ્થા નો મુદ્દો અત્યારે ચર્ચાસ્પદ બન્યો છે તંત્ર તો ખળભળી ઉઠ્યું છે અને જવાબદાર અધિકારીઓ સાથે આકરા પગલાં લેવાઈ રહ્યા છે, પરંતુ આવી ઘટનાઓ થતી હોવા છતાં સિસ્ટમ અને માનસિકતામાં કોઈ સમૂળગો ફેરફાર આવતો નથી. આમ તો ચાની કેબિન અને બજારના નાના નાના વેપારીઓને ફાયર સેફટી અંગેના નિયમો શીખવાડતી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની કચેરીઓને કોર્પોરેશનના સંકુલોમાં મહાનગરપાલિકા પોતાની ઈમારતમાં થતી ગુનાકીય બેદરકારી વિશે કંઈ કહેશે? અરે જ્યારે ફાયર સેફટી ના નિયમો જાણવા માટે અધિકારી કે પદાધિકારી સાથે વાત કરવાનો પ્રયત્ન થાય તો પણ કોઈ જવાબ આપતું નથી એટલે કે આ મુદ્દે કોઈને રસ જ નથી તે હકીકત છે
હાયર સેફ્ટી મુદ્દે વ્યાપક પ્રમાણમાં સામુહિક રીતે બેદરકારી સેવાય રહી છે તે હકીકત છે ક્યાંય પણ સલામતીનો પૂરતો બંદોબસ્ત નથી સલામતીના સાધનો મૂકવાની બેદરકારી ઠેર ઠેર દેખવામાં આવે છે ઘણી જગ્યાએ તો આગ લાગે ત્યારે ફાયર ફાઈટર પ્રવેશ કરી શકે તેવી જગ્યા જ નથી મોટા સંકુલોમાં એન્ટ્રી અને બહાર નીકળવાના અલગ રસ્તાઓ માટે કોઈ જોગવાઈ નથી રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ની હોનારતમાં માત્ર ફાયર સેફ્ટી જ નહીં પરંતુ અનેક વિભાગના નિયમોની અમલવારીનો વર્ષોથી ભંગ થતો આવ્યો હોવાનું ખુલ્યું છે આગ કાંડમાં સીધે સધા જવાબદાર લોકોને કાયદાના શકંતામાં લેવામાં આવશે તેવી જાહેરાત થઈ છે અને તેના ઉપર કાર્યવાહી પણ શરૂ થઈ છે પરંતુ આ આકાંડમાં કોઈ એક વ્યક્તિ કે સમૂહ ની જવાબદારીના બદલે વ્યાપક પણે જવાબદારીઓ ની ચુક સામે આવી છે
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સીટની રચના કરવામાં આવી છે અને તટસ્થ તપાસ માટે ચક્રો ગતિમાન કરાયા છે ત્યારે આ અગ્નિ કાનમાં હોમાયેલા દિવ્ય આત્માઓ ને ખરા અર્થમાં અંજલિ આપવી હોય તો આ ઘટના અને ખાસ કરીને અહીં દાખવેલી બેદરકારી નું પુનરાવર્તન ન થાય તેવી નક્કર વ્યવસ્થા ગોઠવવાની ફરજ માત્ર તંત્ર સત્તા વાહકો અને જવાબદાર અધિકારી પદાધિકારીઓ જ નહીં પરંતુ આમ પ્રજાને પણ જાગૃત થવું પડશે