ચલો… આજ કુછ મીઠા હો જાયે
આજે વિશ્વ ચોકલેટ દિવસ
કોકાના વૃક્ષના ફળમાંથી બનતી ચોકલેટ 1550ની સાલમાં યુરોપમાં પ્રથમ વાર રજુ થઈ: 18મી સદીમાં તે પૂર્ણ રીતે વિકસીત થઈ જે આજે વિવિધ રંગ-રૂપને આકારોમાં જોવા મળે છે: પ્રેમ અને લાગણી વ્યકત કરવામાં ચોકલેટ જેવી બીજી કોઈ વસ્તુ નથી
ચોકલેટ ખાવા ખાસ કોઈ કારણની જરૂર પડતી નથી, મુડખરાબ હોય તો પણ તે હાથમાં આવતા સ્માઈલ આવી જાય: કોકોનું પ્રથમ વૃક્ષ ભારતીય લોકોએ જ વાવેલ હતુ: વેલેન્ટાઈન પર્વનો ત્રીજો દિવસ ચોકલેટ ડે તરીકે ઉજવાય છે: કડવાશ અને મીઠાશોનો સંગમ એટલે આપણી ચોકલેટ
દશમાંથી 9 વ્યકિતને પ્રિય ચોકલેટનું પીણું 1200ની સાલમાં પીતા હતા: તેની પ્રથમ દુકાન 1657માં યુરોપમાં શરૂ થઈ હતી: 1765માં એક ચોકલેટ કંપની શરૂ થઈને 1895માં તો દરેક લોકો ચોકલેટ ખરીદી શકે તેવી વસ્તુ બની ગઈ હતી, પહેલા તે શ્રીમંત લોકો જ ખાઈ શકતા હતા
ચોકલેટ આદીકાળથી માનવ જીવન સાથે જોડાયેલી છે. આધુનિક વિશ્વમાં, વિશ્વના લગભગ બે તૃતિયાંશ કોકોનું ઉત્પાન પશ્ર્ચિમ આફ્રિકામાં થાય છે, જેમાં ધાના પછી આઈવરી કોલ્ટ સૌથી વધુ ઉત્પાદન કરે છે. 1550માં પ્રથમ વાર યુરોપમાં ચોકલેટ પ્રવેશની ઉજવણી કરવામાં આવી હતી, જોકે તેનો ઈતિહાસતો હજારો વર્ષ જુનો છે. કોકોના ઝાડના ફળમાંથી ચોકલેટ બને છે. આ ઝાડ દુનિયામાં પ્રથમવાર ભારતીયોએ જ વાવેલા હતા. પ્રારંભમાં ચોકલેટનું સેવન માત્ર પીણા તરીકે કરાતું હતુ, તેનો સ્વાદ કડવો હતો જેનો પ્રારંભ 450 બીસીમાં શરૂ થયો હતો. 16મી સદીમાં ચોકલેટમાં ખાંડ ઉમેરવામાં આવતા તેનો મીઠો મધુરો સ્વાદ લોકપ્રિય થયો હતો. 20મી સદીમાં યુધ્ધ દરમ્યાન સૈનિકોને અપાતી રાશન કીટમાં ચોકલેટ આવશ્યક ગણાતી હતી.
આજના યુગમાં ચોકલેટ આપણી સંસ્કૃતિનો એક ભાગ બની ગઈ છે,જેઆનંદ-રોમાંસ અને પ્રેમ-લાગણી સાથે ભેટ સોગાદના શુભ પ્રસંગો સાથે જોડાયેલી છે. જયારે આપણે પ્રિય પાત્ર સાથે ચોકલેટ શેર કરીએ છીએ ત્યારે તેની મીઠાશ વધી જાય છે. ચોકલેટનો ઈતિહાસ 2500 વર્ષ જુનો છે.હાલની ઘણી ચોકલેટ કંપની 19 અને 20મી સદીમાં કામગીરી શરૂ કરી હતી.
કોકોના વૃક્ષો આ ધરતી પર 10 હજાર કે તેથી વધુ વર્ષો પહેલા જંગલમાં ઉગતા હતા જ મધ્ય અમેરિકામાં મય સંસ્કૃતિનો વિકાસ થયો અને કોકો વૃક્ષ તે સંસ્કૃતિનો ભાગ છે. અંગ્રેજી શબ્દ ચોકલેટની ઉત્પતિ કદાચ અહીંથી શરૂ થઈ હશે. ઘણી સંસ્કૃતિમાં કોકોના વૃક્ષને ધાર્મિક પ્રતિક મનાય છે. 1830માં પ્રથમવાર ઘનસ્વરૂપે ચોકલેટની શરૂઆત થઈ હતી 1868માં કેડબરી ચોકલેટ કંપની ઈગ્લેન્ડમાં શરૂ થઈ હતી.
ચોકલેટનું નામ સાંભળતા જ ખાવાની ઈચ્છા થઈ જાય છે. કોઈને ખુશ કરવા, આભાર કેસોરી કહેવા પણ આજે ચોકલેટ અપાય છે. તે ખાવામાં જેટલી ટેસ્ટી હોય છે, તેટલીજ તે સ્વાસ્થ્ય માટે લાભ દાયી છે. વેલેન્ટાઈન પર્વ પ્રેમનું પ્રતિક ગણાય છે. આ સપ્તાહ ઉજવણીમાં ત્રીજો દિવસ ફેબ્રુઆરીમાં ચોકલેટ દિવસ ઉજવાય છે. ચોકલેટ બનાવવાનો સંપૂર્ણ શ્રેય અમેરિકાને જાય છે, કોકોના વૃક્ષો ત્યાં પુષ્કળ છે, જોકે આફ્રિકામાં વૃક્ષો વધુ હોવાથી 70 ટકા કાકો ત્યાંજ આયાત કરાય છે. આજે લોકો ચોકલેટ મિલ્ક, હોટચોકલેટથી માંડીને કેક, કેન્ડીબાર, બ્રાઉનીઝ સુધીના ચોકલેટની વિવિધ ટેસ્ટી શ્રેણીનો સ્વાદ મિત્રવર્તુળ સાથે માણે છે. ચોકલેટ પ્રેરિત ઘણી ફિલ્મો પણ બની છે, હિન્દી ફિલ્મોમાં તો તે ઘણી વાર બતાવવામાા આવે છે.
આજના યુગમાં યુવા વર્ગને ડાર્ક ચોકલેટ બહુજ ભાવે છે.ચોકલેટનું સેવન કાર્ડિયોવેસ્કયુલર લાભો સાથે જોડાયેલું છે,જેમાં રકતપ્રવાહમાં સુધારો, લોહીના દબાણમાં ઘટાડો, હૃદયરોગનું જોખમ ઘટાડે જેવા ઘણા ફાયદા છે. ચોકલેટમાં આયર્ન, મેગ્નેશિયમ અને કોપર જેવા ખનીજો હોય છે, જે વિવિધ શરીરના કાર્યો માટે મહત્વપૂર્ણ છે. તેમાં મુડ વધારો કરનારા ગુણધર્મો પણ છે, કારણ કે તે એન્ડોર્ફિન્સ અને સેરોટોનિને ઉત્તેજીત કરે છે, તે એન્ટિઓફિસડન્ટ પોષક તત્વોથી ભરપૂર હોય છે, તમે કોઈને પ્રેમ અને સ્નેહ વ્યકત કરવા માંગતા હો તો ચોકલેટ પ્રથમ સ્થાને આવે છે.
દરેકને પસંદ પડતી ચોકલેટ અંગે યુવતીઓમાં અલગ જ ક્રેઝ જોવા મળે છે. પ્રેમી તેની પ્રેમિકાને ગમે તેગીફટ આપે પણ ચોકલેટ તો આપેય છે. આજે તો તીખી ચોકલેટ પણ આવે છે. ડાર્ક ચોકલેટ શરદી અને ફલુથી બચાવે છે. તે કેન્સર રોકવામાં પણ અકસિર સાબિત થયેલ છે. ડાયાબિટીસ માટે સુગર ફ્રિ ચોકલેટ પણ બજારમાં મળે છે. ચોકલેટ મુખ્ય ત્રણ પ્રકારની હોય જેમાં ડાર્ક, મિલ્ક અને વાઈટ ચોકલેટ છે,જેને બ નાવવા માટે કાકો, બટર, વેનિલા, મિલ્ક અને મિલ્ક પાવડરનું મિશ્રણ કરાય છે.ભારત દુનિયામાં કોકોના ઉત્પાદનમાં 13મું સ્થાન ધરાવે છે. દેશમાં તેનું માર્કેટ 20 હજાર કરોડ કરતા પણ વધારે છે. આજે તોઆકર્ષક પેકીંગમાં મળતી ચોકલેટ કોકોના બીન્સમાંથી બને છે. પ્રારંભે તેનોસ્વાદ કડવો હોય છે, જેને શેકી, ગરમ કરીને ચોકલેટ બનાવાય છે.
ચોકલેટ ખાવાથી ‘માઈન્ડ’માંથી એન્ડોરફિનરિલીઝ થાય
એક સંશોધન મુજબ ચોકલેટ ખાવાથી મુડ સારો રહે છે. ચોકલેટમાં થિયોબ્રોમીન અને કેફીન હોય છે. તેખાવાથી માઈન્ડમાંથી એન્ડોરફિનરીલીઝ થતા આપણે રિલેકસ ફિલ કરીએ છીએ. તે સ્વાદિષ્ટ હોવાથી શરીરને એનર્જી પણ આપે છે.તે કોલેસ્ટ્રોલની માત્રા પણ ઘટાડે છે. આજે તોઘણા લોકો ઘરે ચોકલેટ બનાવે છે. માનવ જાત અને ચોકલેટ વચ્ચે સદીઓથી ‘પ્રેમ સંબંધ’ ચાલ્યો આવે છે.નાના બાળકોને ચોકલેટ બહુજ ભાવે છે. ઐતિહાસીક મહત્વ, સાંસ્કૃતિક પ્રભાવ સાથે ચોકલેટ આપણાંજીવનમાં અનેરો આનંદ લાવે છે.