સર્વે માટે શાળાઓની રેન્ડમ સેમ્પલીંગ દ્વારા પસંદગી અને તાલુકા દીઠ 30 શાળાઓની પસંદગી કરવામાં આવી છે
રાજ્યના ધોરણ -4 , 6 અને વિદ્યાર્થીઓનોગુજરાતએચિવમેન્ટ હાથ ધરવામાં આવશે . જીસીઈઆરટી દ્વારા સર્વે માટેની જાહેરાત કરી છે પરંતુ તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે . આ સર્વેમાં તાલુકા દીઠ 30 શાળાઓની પસંદગી કરવામાં આવી છે . સર્વે માટે શાળાઓની રેન્ડમ સેમ્પલીંગ દ્વારા પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે . સર્વેમાં વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર આપી પરીક્ષા લેવાશે અને તેના આધારે લર્નિંગ આઉટકમ મેળવવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર , ચાલુ શૈક્ષણિક વર્ષમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ધોરણ -4 , 6 અને 7ની પસંદ કરી સર્વેમાં પરીક્ષા લર્નિંગ પસંદ કરેલી શાળાઓમાં ગુજરાત એચિવમેન્ટ સર્વે -4 હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે . સર્વે અંગે જીસીઈઆરટી દ્વારા હજુ તારીખ નક્કી કરવામાં આવી નથી .
પરંતુ તારીખ નક્કી થયા બાદ આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે . આ સર્વે માટે જિલ્લાવાર અને ધોરણવાર તાલુકાદીઠ 10 શાળાઓની પસંદગી કરવામાં આવે છે . જેથી દરેક જિલ્લામાં ત્રણેય ધોરણની મળીને તાલુકા દીઠ 30 શાળાઓની સર્વે માટે પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે . જીસીઈઆરટી દ્વારા સર્વે માટે પસંદ કરેલી શાળાઓની યાદી પણ તૈયાર કરી દીધી છે અને તે યાદી દરેક જિલ્લાઓને મોકલી આપવામા આવી છે.વિદ્યાર્થીઓની ચકાસણી કરી તેમાં ધોરણ અને માધ્યમ બદલાઈ ન જાય તેની ખાસ તકેદારી સાથે માહિતીની ચકાસણી કરવા માટે સુચના અપાઈ છે . આ સર્વે માટે શાળાઓની રેન્ડમ સેમ્પલીંગથી પસંદગી કરવામાં આવી , જેથી એક જ શાળાના એક કરતા વધુ ધોરણ પણ પસંદ થયા હોય તેવું શક્ય બનશે .
આમ , છતાં આ સ્કૂલનો સર્વે કરવાનો રહેશે . જીસીઈઆરટી દ્વારા 2018-19માં એચિવમેન્ટ સર્વેની શરૂઆત કરવામાં આવી હતી . શાળાઓમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે 2018-19માં ફેબ્રુઆરી માસમાં ગુજરાત એચિવમેન્ટ સર્વે -1 કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ સર્વેમાં નર્મદા જિલ્લાનું પરિણામ સમગ્ર રાજ્યમાં ઉંચુ આવ્યું હતું . ત્યારબાદ દરવર્ષે જીસીઈઆરટી દ્વારા એચિવમેન્ટ સર્વેનું આયોજન કરવામાં આવે છે . ગુજરાત એચિવમેન્ટ સર્વેની જેમ જ નેશનલ એચિવમેન્ટ સર્વે પણ યોજાય છે , જે રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવશે . આ સર્વે કેન્દ્રસરકાર દ્વારા દર ત્રણ વર્ષે કરવામાં આવે છે . આ સર્વે કેન્દ્ર અને રાજ્ય સરકારની શાળાઓ , ગ્રાન્ટેડ શાળાઓ અન ખાનગી શાળાઓમાં હાથ ધરવામાં આવે છે .
દર ત્રણ વર્ષે યોજાતા આ સર્વેમાં ધોરણ -3 , 5 , 8 અને 10 ના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે . આ સર્વે 22 ભાષાઓમાં કરવામાં છે.